~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Saturday, April 14, 2007

..*..Shri Vallabhacharyji..*..

..લગભગ ૧૨ થી ૧૬ સદી ની અંદર પાંચ મહાન ઋષિઓ એ ધાર્મિક શિક્ષણ નો પ્રચાર કર્યો, જેઓ ના નામ છે ..શ્રી રામાનુજ, શ્રી માધવ, શ્રી નિમબારકા, શ્રી ચૈતન્ય મહાપ્રભુજી અને શ્રી વલ્લભજી છે.... ..પુષ્ટિ માર્ગ નાં ધર્મ નો ઉદભવ શ્રી વલ્લભાચાર્યજી નાં હસ્તકે થયો,જેમને આજે લાખો લોકો અનૂસરે છે.શ્રી વલ્લભાચાર્યજી નો જન્મ સંવત ૧૫૩૫ માં ચૈત્ર વદ અગિયારસ ને દિવ્સે દક્ષિણ ભારત માં લક્ષમણ ભટ્ટ નામ નાં તેલુગુ બ્રાહ્મણ નાં ઘરે થયો હતો.તેમના પુર્વજોએ ઘણા વર્ષો થી વૈદિક સોમયજ્ઞ ચાલુ કર્યો હતો ત્યારે એક વખત શ્રી કૃષ્ણ તે યજ્ઞ ની પવિત્ર અગ્નિ મા થી પ્રગટ થયાં અને તેમના પરિવાર ને વચન આપ્યું કે, જ્યારે તમારે ત્યાં સો યજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ઘરે જન્મ લઇશ... ..શ્રી લક્ષમણ ભટ્ટે જ્યારે સો યજ્ઞ પૂરાં કર્યાં,ત્યારે તેમને ત્યાં શ્રી વલ્લભાચાર્યજી નો જન્મ થયો...
શ્રી વલ્લભાચર્યજી ના માતા-પિતા પહેલા બનારસ રહેતા હતા પણ મુસ્લિમો ના અક્રમણ ને લીધે તેઓ ને છોડ્વુ પડ્યું.જ્યારે તેઓ મધ્ય પ્રદેશ ના ચંપારણ્ય ગામ ના જંગલ મા પહોંચ્યા તે સમયે લક્ષમણભટ્ટ ના ધર્મપત્નિ ઇલમ્માગરૂ એ ચેતન રહિત બાળક ને જન્મ આપ્યો.તેઓ એ દુઃખી હ્રદયે તે બાળક ના શરીર ને ઝાડ ની બખોલ માં રાખી દીધું અને આગળ વધવા લાગ્યાં,અચાનક તેમને એક મધુર વાણી સંભળાઇ કે તમે લોકો શા માટે જાવ છો ? હું અંહી છું.તેઓ તરત જ પાછા ફર્યા અને જોયુ તો તેમનો દિકરો જીવતો હતો,અને તે પોતાને ફરતી પવિત્ર અગ્નિ જોડે આનંદ થી રમી રહ્યો હતો .તેમની માં એ તરત જ દિકરા ને તેડી લીધો અને ત્યાં થી પાછા આગળ ચાલવા માંડ્યું.
*
..પુષ્ટિમાર્ગ ના ધર્મ ને અનૂસરનારા ચુસ્ત વૈષ્ણવો ની માન્યતા મુજબ શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ નાં મુખારવિંદ માં થી અગ્નિ રૂપે પ્રગટ થયા છે. અગ્નિદેવતા એ વાણી ના દેવતા કહેવાય છે.એટ્લે વલ્લભચાર્યજી 'વાકપતિ' કહેવાયા કારણકે તેમના જીવન નું મુખ્ય ધ્યેય લોકો ને ધર્મ નું સાચુ શિક્ષણ આપવા નું હતું.એમની અદભૂત વિદ્વતા અને તેજસ્વિતા ને લીધે વૈષ્ણવો તેમને પ્રેમ થી 'શ્રી મહાપ્રભુજી' તરીકે બોલાવવા લાગ્યાં.
*
..પુષ્ટિ ધર્મ એટલે શું ?
...
..પુષ્ટિ એટલે પ્રેમ થી,સ્નેહ થી,એકાગ્ર મન થી સતત ચિંતન કરતાં ઈશ્વર ને ભજવું,તેમની સેવા કરવી આ પુષ્ટિ માર્ગ નો ધર્મ અથવા પ્રેમ ભક્તિ કહેવાય.શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા મુજબ ઘરે રહી ને શ્રી ગોકુલ નિવાસી શ્રીનાથજી ની નિરંતર તન,મન,ધન અને હ્ર્દય ની ભાવ ભરી લાગણી થીસેવા કરી ને પ્રભુ ને રિઝવવાં.આવી પ્રેમ ભક્તિ દ્વારા જ ઇશ્વર ની કૃપા આપણાપર ઉતરે છે,અને સંસાર ના દરેક બંધનો થી આપણ ને છોડાવે છે. પુષ્ટિ ધર્મ નાં ઈષ્ટદેવ શ્રીનાથજી છે. શ્રીનાથજી જ સર્વ કાંઇ છે. તેમની કૃપા વગર જીવન અસાધ્ય અને અપૂર્ણ રહે છે. જ્યારે મનુષ્ય નાં હ્રદય માં પુષ્ટિ ભાવ સિદ્ધ થઇ જાય છે,ત્યારે તે પરમ ભગવદીય વૈષ્ણવ બની જાય છે. જીવન માં બીજા ને સુખ આપવા નું ધ્યેય જ પોતાનું સુખ માને છે.પરમાર્થ જ તેનો પોતાનો સ્વાર્થ હોય છે. પુષ્ટિ ધર્મ માં પોતાનું સર્વ અર્પણ કરી દેવાની ભાવના મુખ્ય છે. તે જ સાચો પુષ્ટિ માર્ગ કહેવાય છે..! શ્રી મહપ્રભુજી એ ધર્મ નાં પ્રચાર માટે પગપાળા ચાલી ને આખા ભારત ની યાત્રા કરી અને જે કોઇ ગામે વિશ્રામ કર્યો એ સ્થળ આજે શ્રી મહાપ્રભુજી ની બેઠક તરીકે ઓળખાય છે, અને લગભગ આવી રીતે એમની ૮૪ બેઠકો છે..
..એક વખત જ્યારે તેઓ ગોકુલ માં બિરાજતાં હતાં ત્યારે શ્રીનાથજી ત્યાં પધાર્યાં અને કહ્યું કે તમો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો નો સંબંધ મારી સાથે કરાવી આપો, એટ્લે કે બ્રહ્મસંબંધ ના મંત્ર થી જીવો ને મારી શરણ માં લઇ આવો..આવા શરણે આવેલા જીવો નો હું હંમેશ ઉધ્ધાર કરીશ,તેમ જ તેમની કોઇ જ અવગતિ નહીં થવા દઉં. આ આજ્ઞા મુજબ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ ની શરૂઆત કરી અને ઘણાં જીવો ને તેમણે શ્રીનાથજી સન્મુખ મંત્ર બોલી ને તુલસી ની કંઠી પહેરાવી ને તેમની શરણ માં લીધાં.આ બ્રહ્મસંબંધ ની વિધિ ફક્ત શ્રી વલ્લભ કૂળ ના પરિવારો જ કરી શકે છે.
*
*..ઈશ્વર ની પ્રાપ્તિ કેવી રીતે થાય ?..*
...
..પુષ્ટિમાર્ગ ની માન્યતા પ્રમાણે તેમનાં અનુયાયીઓ હંમેશા શ્રી વલ્લભચાર્યજી,શ્રી વિઠ્ઠલનાથજી તથા એમના વંશજો ની વાર્તાઓ વાંચતાં,તેમાંની એક વાર્તા આ પ્રમાણે છે જે શ્રી મહાપ્રભુજી નાસુપુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ના વખત ની છે.એ વખતે અકબર રાજા નું શાશન ચાલતું હતું. એક વખત અકબર રાજાએ તેમનાં મંત્રી બીરબલ ને કહ્યું કે,તુ વૃંદાવન જઇ ને કોઇ ઋષિ ન પુછી જો કે ઈશ્વર ની પ્રાપ્તિ જલ્દી કેવી રીતે થઈ શકે? રાજા એ બીરબલ ને ત્રણ દિવસ ની મુદ્ત્ત આપી હતી,પરંતુ બીરબલે ઘણી કોશીશ કરી છતાંય કોઇ પણ પાસે થી સંતોષકારક જવાબ મળ્યો નહીં.તેથી તેઓ નિરાશ થઈ ને પાછા આવી ગયાં,તેમનો ચિંતા જનક ચહેરો જોઈ તેમની ચતુર દિકરી એ કહ્યુંકે તમે કાલે રાજા ને કહેજો કે હુ તમારા પ્રશ્નો નો સીધો જવાબ આપી શકીશ નહીં,પરંતુ શ્રી વિઠ્ઠલનાથજી તમો ને ઉત્તર આપશે.આ સાંભળી ને રાજા બીજે દિવસે પોતે સાદો પહેરવેશ ઓઢી ને સીધા વૃંદાવન પહોંચ્યાં,ત્યાં તેમણે જોયું કે શ્રી વિઠ્ઠલનાથજી યમુના કિનારે પ્રાર્થના માં બેઠાં હતાં.શ્રી વિઠ્ઠલનાથજી તેમને ઓળખી ગયાં,અને રાજા ને આવકાર આપી બેસાડ્યાં.રાજાએ પોતાનો પ્રશ્ન પુછતાં તેમણે ઉત્તર માં કહ્યું કે જેમ હુ તમને જોઇ શકું છું..એટ્લે કે જેમ તમને મળવા માટે મારે તમારા તમામ મંત્રીઓ ને પહેરેગીરો ને ખુશ કરવા પડે ત્યાર પછી જ હું તમને મળી શકું અથવા તમને જોઈ શકું..ઍવી જ રીતે ઇશ્વર ને મેળવવા તમારે મહેનત કરવી પડે. ઇશ્વર ને પામવા નો રસ્તો ખુબ જ લાંબો છે ..!..કહેવાનો ભાવાર્થ એ કે ભગવાન ને પામવા નો રસ્તો ખુબ જ મુશ્કેલી ભર્યો છે,તો પણ ઈશ્વર ને બહાર શોધવા ની બદલે તંમારા હ્રદય ની સાચી સ્નેહ લાગણી થી તમારાં ઘર માં જ ભાવ ભર્યું આમંત્રણ આપી ને બોલાવશો તો ઈશ્વર કોઇ પણ જાત ની ઢીલ વગર તમારી પાસે આવશે જ અને આપણ ને એમની હાજરી ની અનૂભૂતિ કરાવશે જ ..આપણ ને ઈશ્વર નાં દર્શન ની ઝાંખી જરૂર થશે..!
...
Jay Shri Krishna from Kalpnaben Dhrirajlal Shamji Pitambar( London - Sudan )

No comments: