.." જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા-કાળ ગુજરાત " એ કહેવત ને દુનિયા નાં કોઇ પણ દેશ માં વસનાર દરેક ગુજરાતીઓ એ સાર્થક કરી બતાવી છે..અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ને પણ જીવંત રાખી છે..!..આફ્રિકા ખંડ માં સુદાન નામ નાં દેશ માં પણ અમે ઘણાં ગુજરાતીઓ વસી રહ્યાં છીએ.. અહીં નથી કોઇ મંદિર કે નથી કોઇ હવેલી..કે ના તો કોઇ ઉપાશ્રય - દેરાસર કે ના કોઇ ગુરુદ્વારા ..! એમ છ્તાં પણ અમે બધાં દરેક તહેવાર ખુબ જ ધામ ધુમ થી ઊજવીએ છીએ. ચાહે હોળી હોય કે દિવાળી..૧૫ મી ઑગસ્ટ હોય કે ૨૬ મી જાન્યુઆરી..નવરાત્રી હોય કે દશેરાં...જન્માષ્ટમી હોય કે મહાવીર જયંતી..શ્રી અધિક માસ હોય કે શ્રી પર્યુષણ ..બધા જ તહેવારો અમે બધા સાથે મળી ને ઊજવીએ છીએ... અહીં નાં અન્ય શહેરો જેવા કે પોર્ટસુદાન, કસાલા ઇત્યાદિ શહેરો માં પણ આપણાં ગુજરાતીઓ ઊત્સાહ પુર્વક દરેક તહેવારો ઉજવે છે... અહીં નાની મોટી કોઇ પણ પદવી ભુલી બધાં ભારતીયો હિંદુત્વ નાં રંગે રંગાઈ ને દરેક તહેવાર હોંશે હોંશે ઊજવવા માં પુરો સહકાર આપે છે. જેમ કે અત્રે ની ભારત ખાતા ની એલચી કચેરી નાં વડાં માનનીય એમ્બેસેડર સાહેબ - એમનું કુટુંબ - એમની ઑફિસ નો સ્ટાફ તથા અન્ય ભારતીયો પણ આપણાં ગુજરાતી તહેવારો ઊજવવા માં પુરો સહકાર આપે છે..અને ત્યારે આપણાં દેશ થી-આપણાં સ્વજનો થી જોજનો દૂર હોવા નાં દર્દ નો અહેસાસ જરા હળવો થાય છે.. અહીં વસતાં દરેક ગુજરાતીઓ નાં હ્રદય પરોપકાર-વૃતિ ની ભાવના થી ભરેલાં છે..તમે એક બીજા ને ઓળખતાં ના હો તો પણ તમે કોઇ પણ ગુજરાતી ને મદદ માટે બોલાવો, એ ગમે ત્યાં હશે, ત્યાંથી મદદ કરવા તત્પર રહેશે..!....આ જ તો છે ગુજરાત ની ગરિમા..! અને આ જ છે એક સાચા હિંદુસ્તાની ની ઓળખ ..!.. ' સર્વ ધર્મ સમાન ' જેની સંસ્કૃતિ છે અને પરોપકાર જેમનો ધર્મ છે એવી અનોખા વ્યક્તિત્વ ની ઓળખ એટલે એક હિંદુસ્તાની..!..આ માટે એટ્લું જ કહેવાનું મન થાય છે....सारे जंहा से अच्छा हिंदुस्तान हमारा ~ मेरा भारत महान !
* Note *
મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!
Wednesday, August 01, 2007
.. *.. Annakut Darshan..*..
................................................................................
....અહીં અમારે ત્યાં હવેલી નથી પરંતુ..ભાવ છે..!... ભક્તિ છે…! હ્રદય નાં સાચા ભાવ થી અમે બધાએ સાથે મળી ને યથાશક્તિ શ્રી ગિરિરાજજી અને આ અન્નકુટ દર્શન નું આયોજન કરેલ... પ્રભુ ને એ જ પ્રાર્થના છે કે...હે પ્રભુ, અહીં હવેલી નથી પણ અમારા ભક્તિ ભીનાં હૈયાં છે...આપ અમારાં અંતર માં બિરાજો...!
..*.. Darshan ..*..
................................................................................................................
Subscribe to:
Posts (Atom)