.." જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા-કાળ ગુજરાત " એ કહેવત ને દુનિયા નાં કોઇ પણ દેશ માં વસનાર દરેક ગુજરાતીઓ એ સાર્થક કરી બતાવી છે..અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ને પણ જીવંત રાખી છે..!..આફ્રિકા ખંડ માં સુદાન નામ નાં દેશ માં પણ અમે ઘણાં ગુજરાતીઓ વસી રહ્યાં છીએ.. અહીં નથી કોઇ મંદિર કે નથી કોઇ હવેલી..કે ના તો કોઇ ઉપાશ્રય - દેરાસર કે ના કોઇ ગુરુદ્વારા ..! એમ છ્તાં પણ અમે બધાં દરેક તહેવાર ખુબ જ ધામ ધુમ થી ઊજવીએ છીએ. ચાહે હોળી હોય કે દિવાળી..૧૫ મી ઑગસ્ટ હોય કે ૨૬ મી જાન્યુઆરી..નવરાત્રી હોય કે દશેરાં...જન્માષ્ટમી હોય કે મહાવીર જયંતી..શ્રી અધિક માસ હોય કે શ્રી પર્યુષણ ..બધા જ તહેવારો અમે બધા સાથે મળી ને ઊજવીએ છીએ... અહીં નાં અન્ય શહેરો જેવા કે પોર્ટસુદાન, કસાલા ઇત્યાદિ શહેરો માં પણ આપણાં ગુજરાતીઓ ઊત્સાહ પુર્વક દરેક તહેવારો ઉજવે છે... અહીં નાની મોટી કોઇ પણ પદવી ભુલી બધાં ભારતીયો હિંદુત્વ નાં રંગે રંગાઈ ને દરેક તહેવાર હોંશે હોંશે ઊજવવા માં પુરો સહકાર આપે છે. જેમ કે અત્રે ની ભારત ખાતા ની એલચી કચેરી નાં વડાં માનનીય એમ્બેસેડર સાહેબ - એમનું કુટુંબ - એમની ઑફિસ નો સ્ટાફ તથા અન્ય ભારતીયો પણ આપણાં ગુજરાતી તહેવારો ઊજવવા માં પુરો સહકાર આપે છે..અને ત્યારે આપણાં દેશ થી-આપણાં સ્વજનો થી જોજનો દૂર હોવા નાં દર્દ નો અહેસાસ જરા હળવો થાય છે.. અહીં વસતાં દરેક ગુજરાતીઓ નાં હ્રદય પરોપકાર-વૃતિ ની ભાવના થી ભરેલાં છે..તમે એક બીજા ને ઓળખતાં ના હો તો પણ તમે કોઇ પણ ગુજરાતી ને મદદ માટે બોલાવો, એ ગમે ત્યાં હશે, ત્યાંથી મદદ કરવા તત્પર રહેશે..!....આ જ તો છે ગુજરાત ની ગરિમા..! અને આ જ છે એક સાચા હિંદુસ્તાની ની ઓળખ ..!.. ' સર્વ ધર્મ સમાન ' જેની સંસ્કૃતિ છે અને પરોપકાર જેમનો ધર્મ છે એવી અનોખા વ્યક્તિત્વ ની ઓળખ એટલે એક હિંદુસ્તાની..!..આ માટે એટ્લું જ કહેવાનું મન થાય છે....सारे जंहा से अच्छा हिंदुस्तान हमारा ~ मेरा भारत महान !
Subscribe to:
Post Comments (Atom)
14 comments:
सारे जंहा से अच्छा हिंदुस्तान हमारा ~ मेरा भारत महान !
we are all abroad and live like brothers & sisters and good binding power . that ia great example of strenth and love of our mother-land.
સાચી વાત! ગુજરાતીઓ ગુજરાતમાં રહીને પણ જો આ બાબતોનું પાલન કરી શકે તો જ સાચી સુગંધ લહેરાશે.
આપ નુ કાર્ય ઘ્નુ સુન્દર છે.
ગુજરાિત લખ્વા નુ ઘનુ અઘ્રુ છે.
hamama mai kyak vachu hatu ...sindhi jode thi mal lai marvadine veche a j to gujarati.
grt u doing a grt job.
keep it up.
JSK
good work
keep it up
Gujarat na jetlu kahiye e ochhu pade.....
Jay JAy GArvi GUjarat
Jay Hind
Vande Mataram
Dear Chetna,
Hats off to you.
You have done a very good job keep up the spirit and god will give you the best.
You have done a fantastic awakening for all teens, may god give you the strength
to continue this work for ever and ever.After your article about us in Sudan I am
proud to be a member of the gujrati samaj at Sudan.
Without your permission I have forwarded your article to the President of Hindu
council of Africa.I hope you will not mind this.
Please be here for Janmasthmi celebrations and also for the Navratri celebrations.
Once again proud of you as a member of the Indian samaj.
Best regards,
Mahesh Sheth ( President of Indian
community - SUDAN )
Shri MaheshBhai,
Thank you very much for your appreciation and kind words. It is God's blessings and best wishes from all friends and family that has enabled and encouraged me to carry out such work.
It is nice of you to recommend this to the hindu council of africa. Thanks again..!
હલો ચેતનાજી,
તમારો મેઈલ અતિ સુંદર છે. જાણીને ઘણો જ આનંદ થયો કે ત્યાં વતનથી આટલે દૂર રહી ને પણ આપણા ગુજરાતીઓ સાથે રહીને એકબીજાને આટલો પ્રેમ આપી શકે છે. તમારી વેબસાઈટ સુંદર છે. આની ઊપર બીજા લેખ મૂકો તો જરુર આનંદ થશે.
Hello Chetna ji, Jay Shree Krishna,
Its indeed a great work being done by you. Your effort is beautiful, the photos posted and the videos of shreeji, annakoot etc. is great. May SHREENATHJI bless for your beautiful work.
Have a nice time ahead.
Jay Shri Krishna & congratulations..!!
You are the best for this blog,keep it up and up you will be top for religeous site in the world for placing this all in simple words & guiding young generation towards that our Pushti sampraday says.
let me give you a new name now our sister chetna H shah is
E-MAHAPRABHUJI H.SHAH. As in past shri Mahaprbhuji has established 84 bethakji for pushtimargiy sampraday & explain Mahatmay of our sampraday and in this Eworld my sister chetna is doing same thing.
so you are E-MAHAPRABHUJI for current young generation. keep it up & up & up..We all are proud of you & Haninbhai for his support.
રડવાની મનાઇ છે.!
Love & Blaessings from GHIYA PARIVAAR - UPLETA - JUNAGADH -(INDIA)
TO MY PARENTS & FAMILY,
Thanks you very very much..!
રડવાની મનાઇ કરી છે છતાં પણ હ્રદય ભરાઇ આવ્યું..!
આપે તો મને એક્દમ મોટી ઉપમા આપી ને
શ્રીઠાકોરજીનાં તેજ્સ્વી અંશ એવાં શ્રીમહાપ્રભુજી જોડે
સરખાવી મને ધન્ય કરી દીધી..! પણ ખરેખર શ્રી મહાપ્રભુજીનાં પાવન - શ્રી ચરણો ની રજ બનવા નું પણ સૌભાગ્ય પ્રાપ્ત થાય તો પણ જન્મારો સફળ થાય..!
શ્રીજી કૃપા - શ્રી મહાપ્રભુજીની કૃપા,આપ સહુ વડીલોનાં આશીર્વાદ તથા સ્નેહીજનોની શુભેચ્છા અને સહકાર થી જ હું આ પાવન કાર્ય શરુ કરી શકી છું અને આ કાર્ય માં બની શકશે એટ્લું આગળ વધી હું શ્રી મહાપ્રભુજીનાં પગલે ચાલવા નો પ્રયત્ન જરુર કરીશ ..!..
...Thanks again..! જય શ્રી કૃષ્ણ ..!
keep it up
Post a Comment