ઓરા આવો તો વહાલા નિરખું શ્રીનાથજી
આંખલડી મારી પાવન થાયે શ્રીનાથજી
તમ સાથે જોડી પ્રિતડી શ્રીનાથજી
હૈયું હાથ રહ્યું જાય ના શ્રીનાથજી ઓરા આવો-----
કાનમાં કહેવી તમને વાતડી શ્રીનાથજી
મંગલ આશિષ વરસાવો શ્રીનાથજી ઓરા આવો---------
તમ કૃપાએ જીવનમાં ભાતડી શ્રીનાથજી
વૈષ્ણવોનો સંગ પામી શ્રીનાથજી ઓરા આવો-----------
બંસીના નાદે થઈ ઘેલી શ્રીનાથજી
વિશ્રામઘાટે ભાન ભૂલી શ્રીનાથજી ઓરા આવો-----------
હૃદયના દ્વાર ખુલ્લા મેલ્યા શ્રીનાથજી
આગમનની ઘડીઓ ગણાતી શ્રીનાથજી ઓરા આવો-------
જીવનપથ પર સંગ તારો શ્રીનાથજી
અંત સમયે સાથ સાધજો શ્રીનાથજી ઓરા આવો--------
***
Jayshrikrishna from Pravinaben Kadakiya - ( Houston Texas USA )
No comments:
Post a Comment