જગદગુરુ શ્રીમદ વલ્લભાધિશજી અને શ્રી ગોવર્ધનનાથજીનાં 531 મા પ્રાગટ્ય મહોત્સવ ની હાર્દિક વધાઇ..
..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ્...!!!
જગદગુરુ શ્રીમદ વલ્લભાધિશજી અને શ્રી ગોવર્ધનનાથજીનાં 531 મા પ્રાગટ્ય મહોત્સવ ની હાર્દિક વધાઇ..
રસિયા-પદ ફાગણ માસની શરૂઆતથી હોળી સુધી ખાસ ગવાય છે. રસિયા એટલે રસ ઉત્પન્ન કરનાર રસિક અને રસિક એ શ્રીઠાકોરજીનું એક નામ છે ... જેઓ વૈષ્ણવોનાં હૈયામાં ભક્તિ રસ ઉત્પન્ન કરાવે છે એ રસિક .. હોળી દરમ્યાન સર્વે ભક્તો ગોપ ગોપી બની જાય છે અને પ્રભુ સખા બની જાય છે ત્યારે બધા સાથે મળી ને હોળી રમે છે ... એવો ભાવ રાખી હોળી રસિયા-પદ ગવાય છે.. હોળી વિષયક અગાઉની પોસ્ટ.
યા છલિયા બલ છેલને, મોહે મધુબન મેં લીની ઘેર પિચકારી સન્મુખ કીની ,
મેરી ગાગર દીની ઢેર. ઊંચે ઊંચે મહલ બનાઉં, બિચબિચ રાખું બારી,
સાંવરિયા કે દરશન પાઉં, પહિઓર કસુંબી સારી
ઠાડી મોંકો કર લઈ, તો મૈ ભોરીભોરીદેખે મેરી સાંસ તો,
દે લાખન ગારી. ફાગણ આવ્યો હે સખા, કેશુ ફુલ્યો રસાળ ,
હ્રદય ન ફુલી રાધીકા, ભ્રમર કનૈયા લાલ.
- મુંબઇથી નીતાબહેન કોટેચાનાં જયશ્રીકૃષ્ણ..
* રાગ વસંત *
આઇ ૠતુ-બસંત કી ગોપીન કિયે સિંગાર
કુમકુમ બરની રાધિકા સો નિરખતિ નંદકુમાર
આઇ ૠતુ-બસંત કી મૌરે સબ બનરાઇ
એકુ ન ફૂલૈ કેતકી ઔ ફૂલી બનજાઇ
શ્રી ગિરિરાજધરનધીર લાડિલૌ લલન-બર ગાઇએ
શ્રીનવનીત પ્રિય લાડિલૌ લલન-બર ગાઇએ
શ્રી મદમ મોહન પિય લાડિલૌ લલન-બર ગાઇએ
કુંજ કુંજ ક્રીડા કરૈં, રાજત રુપ-નરેસ
રસિક, રસીલૌ, રસભર્યૌ, રાજત શ્રીમથુરેસ
શ્રીગિરિરાજધરનધીર લાડિલૌ લલન બર ગાઇએ
*** કહે છે કે શ્રીજી ને મેળવવા આસાન નથી ...જો આપણા કર્મો ની અંતરાય હોય તો એને લીધે પ્રભુ સુધી આપણી પ્રાર્થના જલદી પહોંચતી નથી, અને જેમનો પુણ્યોદય થયો હોય એમની પ્રાર્થના તરત પહોંચે છે...અને એ ભક્ત ને પ્રભુ દર્શન આપવા જરૂર પધારે છે ....તેથી એ ભક્તો જોડે સત્સંગ કરવાથી આપણે પણ પ્રભુ ને પામી શકીએ છીએ. શ્રીજી ને પામવા માટે સત્સંગ જ એક સહેલો ને સરળ ઊપાય છે... જ્યાં શ્રીજી ને વહાલા ભક્તો હોય ત્યાં પ્રભુ નિશ્ચિત હાજર રહે છે..!
દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે. આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓ માં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં દિવા કરવામાં આવે છે.પ્રભુ ને રજાઇ, ગદ્લ, અંગિઠી, તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય છે. જેને ''રાત્રીજગો'' કહેવાય છે. જે ચાર યુથાધિપતિની ભાવના તથા તત્સુખ નો ભાવ છે. કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ નિવારણ કરે છે. તુલસીજી ભક્તિરૂપ છે. તે સ્વામીનીજીનાં શ્રીઅંગ ની સુગંધ છે. તે દ્વિદલાત્મક રૂપે હોઈ ભક્તને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી આત્મનિવેદનમાં અને નિત્ય સેવામાં શ્રીચરણ કમળમાં પધરાવવામાં આવે છે જે સૂચવે છે કે ભક્તનું સ્થાન શ્રીચરણ કમળમાં જ છે. જ્યાં તુલસીજી બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજી નિશ્ચય હોય છે. તુલસી અલૌકિક દેહ ની દાતા છે અને ભગવદ્ ધર્મમાં પડતાં બધા પ્રતિબંધોને દૂર કરે છે.
ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો, સોના રૂપાની હવેલી હોજો...!
અમે અમારાં રણછોડજીને કેસરથી પૂજીશું, કેસર ના મળે ચંદનથી પૂજીશું, ચંદન થી સુંદર કસ્તૂરી હોજો..!
અમે અમારાં કાંનજીને ફૂલડાંથી સજાવીશું, ફૂલડાં ના મળે તો અમે કળીઓથી સજાવીશું, કળીઓ થી સુંદર તુલસી હોજો..!
અમે અમારાં શામળીયા ને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપા થી સુંદર હિરલાં હોજો..!
અમે અમારા માધવ ને મંદિર માં પધરાવિશુ, મંદિર ના મળે તો અમે મનડામાં સજાવીશું, મનડા થી સુંદર ભાવ મારાં હોજો..!
ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો સોના રૂપાની હવેલી હોજો...!
મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..! મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, શબ્દ મળે કે ના મળે,મારે કવિતા તમારી કરવી છે...! આવે જીવન માં તડ્કા ને છાયાં,સુખ દુ:ખના પડે ત્યાં પડ્છાયા, કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે...! હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં, સંસાર ને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે..! મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે..!
( પવિત્ર સ્થળ - શ્રીગોવર્ધનનાથજી હવેલી. અલ્કાપુરી. વડોદરા. )
- નરસિંહ મહેતા ..जय श्री क्रिष्नl ..
Thursday, October 11, 2007
..*..Shraavan Maas Hindora Darshan..*.. 1
Monday, October 08, 2007
Monday, October 01, 2007
..*..Vaishnav jan to ..*..
આજે પુજ્ય ગાંધીબાપુ ની જન્મ જયંતિ નિમિતે પ્રસ્તુત છે એમનું એક પ્રિય ભજન, જે ભકત શ્રી નરસિંહ મહેતાજી એ રચેલું છે..!
Sunday, September 09, 2007
Tuesday, September 04, 2007
..*.. Happy Janmashtami ..*..
Wednesday, August 01, 2007
...*...Shri Purushotam Mass in Sudan...*...
* Jay Shri Krishna *
* શ્રી કનકેશ્વરીયે નમઃ *
* About Me *
Home
* Font *
* Sound *
For best sound effect :- Head phone
or Ear phone..
* Categories *
* Anokhu Bandhan *
* Sur~Sargam *
* Recent Comments *
* Thanks *
me with your precious comments.
* Type pad *
* Gujarati Pad *
ગુજરાતી માં પ્રતિભાવો લખવા માટે આ ટાઈપ પેડ પર લખી-કોપી કરી અને કૉંમેન્ટ વિભાગ પર પેસ્ટ કરો.
* Gujarati Keyboard *
અ
aઆ
aa/cઇ
iઈ
Iઉ
uઊ
Uઍ
E
એ
eઐ
aiઑ
Oઓ
oઔ
auઅં
aMઅઃ
a:ક
kaકા
kaaકિ
kiકી
kIકુ
kuકૂ
kUકૅ
kEકે
keકૈ
kaiકૉ
kOકો
koકૌ
kauકં
kaMકઃ
ka:ક
kaખ
khaગ
gaઘ
ghaઙ
NGaચ
chaછ
Chaજ
jaઝ
zaઞ
NYaટ
Taઠ
Thaડ
Daઢ
Dhaણ
Naત
taથ
thaદ
daધ
dhaન
naપ
paફ
faબ
baભ
bhaમ
maય
yaર
raલ
laવ
vaશ
shaષ
Shaસ
saહ
haળ
Laક્ષ
kSharજ્ઞ
Jhaદ્વ
dwaક્ર
kraકૃ
kRઋ
Rશ્વ
shvaશ્ર
shra..*.. Note..*..
Live Traffic