~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Friday, March 02, 2007

* હોળાષ્ટક *

02521 .." હોળાષ્ટક " વ્રજ માં હોરંગા કહેવાય છે. હોળી અગાઉ ના આઠ દિવસો ને હોળાષ્ટક કહે છે. અને તે આઠ દિવસો માં લૌકિક શુભ કાર્યો થતાં નથી.વ્રજ મા ફાગણ સુદ આઠમ અને દશમ સુધી " જાવ " ગામ ના વ્રજવાસીઓ અને બેઠન ગામ ની વ્રજનારીઓ સામ-સામે લઠ્ઠ થી હોળી ખેલ કરે છે એને હોરંગા કહે છે.તે અતિ ભાવાત્મક અને દર્શન કરવા જેવા છે. એ હોરંગા ખેલની તૈયારી જાવ, બેઠન અને નંદગામ - બરસાના ના વ્રજ વાસીઓ હોળી ના આઠ દિવસો અગાઉ અલૌકિક રીતે કરે છે.અને ' હોરંગા ' ની ઝાંખી કરવા યાત્રાળુ વૈષ્ણવો અને સંખ્યાબંધ લોકો આવે છે.ફાગણ સુદ આઠમ થી હોળી સુધી ત્યાં મોટો મેળો ભરાય છે...