~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Thursday, November 16, 2006

* About Stotra *

..આપણા પુષ્ટી માર્ગ ના દરેક સ્તોત્ર પવિત્ર છે.જે શ્રી ઠાકોરજી એ શ્રી મહાપ્રભુજી ના હ્ર્દય મા બિરાજી ને એમને પ્રેરણા આપી,એ સ્તોત્ર શ્રી મહાપ્રભુજી ના શ્રી મુખે થી ઊચ્ચારાયેલ પવિત્ર વાણી છે..
.
* સ્તોત્ર અને સ્તુતિ વચ્ચે નો તફાવત *
.
.
..સ્તોત્ર એ સંસ્ક્રુત ભાષા મા છે અને એનો ગુજરાતી ભાષા મા અનુવાદ એટલે સ્તુતિ..! સ્તોત્ર એ શ્રીજી નુ પ્રત્યક્ષ શ્રી મહાપ્રભુજી ના શ્રી મુખે વાણી રુપે પ્રગટ થયેલ સાક્ષાત સ્વરુપ છે એટલે સ્તોત્ર જો એકવાર બોલીએ તો ત્રણ વાર પાઠ કર્યા જેટલુ ફ્ળ મળે છે અને સ્તુતિ એ મનુષ્યે કરેલો અનુવાદ છે,એટલે સ્તુતિ જો ત્રણ વાર બોલીએ ત્યારે એકવાર પાઠ કર્યા જેટલુ ફળ મળે છે.. .
............................................. .
* સંપુટી પાઠ નુ મહત્વ *
.
.
..માગશર સુદ સાતમ થી પુર્ણિંમા સુધી યમુનાષ્ટક નો સંપુટી પાઠ કરવા નુ વિશેષ મહત્વ છે.તેમ છતા પણ અન્ય કોઇ પણ માસ ના સુદ પક્ષ ના એકમ થી નોમ સુધી દરરોજ નવ નવ પાઠ કરવા થી સિદ્ધિ પ્રાપ્ત થાય છે ને કોઇ વિશેષ મુંઝવણ હોય તો તે દુર થાય છે,બધા પાપો નો નાશ થાય છે અને શ્રીજી નો પ્રેમ પ્રાપ્ત થાય છે.
.............................................................
* સંપુટી પાઠ કરવા અંગે સમજુતી *

...શ્રી યમુના મહારાણી નુ ચિત્ર સામે પધરાવી ધુપ દીપ,સેવા-પુજા,(નૈવેધ) ભોગ ધરી યમુનાષ્ટક ના દરેક શ્ર્લોક ના આરંભ મા અને અંત મા આ પંક્તિ નો સંપુટ આપી ને પાઠ કરવો...-" ક્રૂપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખં ભાવય "