~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Monday, June 18, 2007

.. * .. Shri Adhikmas Manorath ..*..

..શ્રી પુરુષોતમ માસ દરમ્યાન યોજાયેલ વિવિધ અલૌકિક મનોરથો ની દિવ્ય ઝાંખી..
....
( પવિત્ર સ્થળ - શ્રીગોવર્ધનનાથજી હવેલી. અલ્કાપુરી. વડોદરા. )
..............................................................................................................
....શ્રીઠાકોરજી ની દિવ્ય ઝાંખી ની સાથે આ કિર્તન નાં પવિત્ર સૂર ની સરગમ સાંભળતા જ આપણું મન-હ્રદય એવી રીતે તન્મય થઈ જાય છે, જાણે કે આપણે પ્રત્યક્ષ હવેલી માં જ પ્રભુ ની સન્મુખ ઝાંખી કરી રહ્યાં છીએ...!
.........................................................................................................................................................
....Note - : After Shukl Paksh Darshan, refresh the page to view Krushn Paksh Darshan from beginning.

..*..Shukl Paksh..*.. ..*..જેઠ સુદ - શુક્લ પક્ષ ..*..

.
.

..*..Krushn Paksh..*.. ..*..જેઠ વદ - કૃષ્ણ પક્ષ..*..

.
.

Monday, June 11, 2007

Thursday, June 07, 2007

..* ..Tane gotu kyaa.. *..

...
...
.......
....
...પ્રભુ ભક્તિ માં લીન ભકત જ્યારે સાન ભાન ભુલી પ્રભુ ને પામવા ની પ્રબળ ઝંખના માં એમને શોધવા ની બનતી બધી જ કોશીશ કરે છે અને એમ છતા પણ જાણે કે પ્રભુ એમની કસોટી કરી રહ્યા હોય એમ સહેલાઈ થી મળતાં નથી ત્યારે ભક્ત નાં હ્રદય માં ઉદભવી રહેલી તડ્પ ભરી ભાવના આ ભજન માં દર્શાવી છે..!..ખરેખર એ સાંભળી ને આંખો માં થી અશ્રુ બિંદુ સરી પડે છે..!..
  • ..મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
  • ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
  • જોઇ વળ્યો હું મંદિર મંદિર, જોઇ વળ્યો હું હવેલી..
  • ક્યાંય ના જોઇ જાદવ તારી, શ્યામ સુરત અલબેલી..!
  • તલસે આંખલડી મારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..
  • ખુંદી વળ્યો હું ગોકુળ, મથુરા, દ્વારિકા ની ધરતી..
  • ક્યાંય મળી ના માધવ મુજને, મનહર તારી મુરતી..!
  • હવે હામ ગઇ હું હારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..
  • કોક બતાવો સાચુ મુજને, શ્યામ તણું સરનામુ ..
  • હું પરવશ મુજ પ્રાણ જીવન નાં, ક્યાં જઇ દર્શન પામુ..?
  • તારા દર્શન વિણ દુઃખિયારી.. તને ગોતું ક્યાં ગિરિધારી?..
  • મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
  • ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?...