...
...
.......
....
...પ્રભુ ભક્તિ માં લીન ભકત જ્યારે સાન ભાન ભુલી પ્રભુ ને પામવા ની પ્રબળ ઝંખના માં એમને શોધવા ની બનતી બધી જ કોશીશ કરે છે અને એમ છતા પણ જાણે કે પ્રભુ એમની કસોટી કરી રહ્યા હોય એમ સહેલાઈ થી મળતાં નથી ત્યારે ભક્ત નાં હ્રદય માં ઉદભવી રહેલી તડ્પ ભરી ભાવના આ ભજન માં દર્શાવી છે..!..ખરેખર એ સાંભળી ને આંખો માં થી અશ્રુ બિંદુ સરી પડે છે..!..
- ..મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
- ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
- જોઇ વળ્યો હું મંદિર મંદિર, જોઇ વળ્યો હું હવેલી..
- ક્યાંય ના જોઇ જાદવ તારી, શ્યામ સુરત અલબેલી..!
- તલસે આંખલડી મારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..
- ખુંદી વળ્યો હું ગોકુળ, મથુરા, દ્વારિકા ની ધરતી..
- ક્યાંય મળી ના માધવ મુજને, મનહર તારી મુરતી..!
- હવે હામ ગઇ હું હારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..
- કોક બતાવો સાચુ મુજને, શ્યામ તણું સરનામુ ..
- હું પરવશ મુજ પ્રાણ જીવન નાં, ક્યાં જઇ દર્શન પામુ..?
- તારા દર્શન વિણ દુઃખિયારી.. તને ગોતું ક્યાં ગિરિધારી?..
- મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
- ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?...
5 comments:
khubj sunder
** JAI SHRI KRISHNA **
** JAI SHRI YAMUNA JI **
THANKS FOR SENDING ME...
VERY VERY VERY VERY NICE
manmohak manmohan
ચેતના બેન ખરેખર આ ભજન બહુ જ સરસ છે.મને ગમ્યું.
જય શ્રી કુષ્ણ.........
Dear Chetna Ben,
really very nice bhajan. But i am not able to download it, is it possible for you to help me send a link where i can download it??
All the bhajans are very nice,
Jai Shri Krishna,
Nilam
Post a Comment