( પવિત્ર સ્થળ - શ્રીગોવર્ધનનાથજી હવેલી. અલ્કાપુરી. વડોદરા. )
Monday, October 08, 2007
Monday, October 01, 2007
..*..Vaishnav jan to ..*..
આજે પુજ્ય ગાંધીબાપુ ની જન્મ જયંતિ નિમિતે પ્રસ્તુત છે એમનું એક પ્રિય ભજન, જે ભકત શ્રી નરસિંહ મહેતાજી એ રચેલું છે..!
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન ...
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે'ની રે...
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન...
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે...
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન...
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે..
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે... વૈષ્ણવ જન...
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે....
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન...
..વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે...
- નરસિંહ મહેતા
Subscribe to:
Posts (Atom)