~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Monday, October 01, 2007

..*..Vaishnav jan to ..*..

આજે પુજ્ય ગાંધીબાપુ ની જન્મ જયંતિ નિમિતે પ્રસ્તુત છે એમનું એક પ્રિય ભજન, જે ભકત શ્રી નરસિંહ મહેતાજી એ રચેલું છે..! • ..વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે...
 • પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન ...
 • સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે'ની રે...
 • વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન...
 • સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે...
 • જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન...
 • મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે..
 • રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે... વૈષ્ણવ જન...
 • વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે....
 • ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન...
  • - નરસિંહ મહેતા

   4 comments:

   કેતન શાહ said...

   આ ભજનમા વૈષ્ણવમા કયા ગુણ હોવા જોઈએ તેનુ ખુબજ સુંદર વર્ણન કરેલ છે.ગાંધીજ પોતે વૈષ્ણવ હતા અને આ ગુણોનો અમલ તેમના જીવનમા કરી બતાવ્યો હતો.

   વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે...
   પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન

   મને વૈષ્ણવ હોવાનુ ગર્વ છે.

   ગાંધીજીને તેમના જન્મદીવસ પર શત શત વંદન.

   અને આ ભજન ની રચના કરનાર નરસિંહ મહેતા ને પણ વંદન.

   કેતન

   Veejansh said...

   MS Subbalaxmina kanTHe aa bhajan jabardast gavaayu chhe.

   Life said...

   Narshi mehta ni hundi thakorji ye bahreli ane bapu yeh narshi mehta nu bajan emna jeevan ma dharelu .

   I am proud to be in country where there were gr8 ppl like Narshi Mehta and Bapu

   Jai Shri Krishna
   Vikas{V}

   madhuvirendra said...

   your songs r timely we proud of thatmadhuvirendra