~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Saturday, November 24, 2007

..*.. Tulasi Vivaah ..*..

દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે. આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓ માં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં દિવા કરવામાં આવે છે.પ્રભુ ને રજાઇ, ગદ્લ, અંગિઠી, તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય છે. જેને ''રાત્રીજગો'' કહેવાય છે. જે ચાર યુથાધિપતિની ભાવના તથા તત્સુખ નો ભાવ છે. કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ નિવારણ કરે છે. તુલસીજી ભક્તિરૂપ છે. તે સ્વામીનીજીનાં શ્રીઅંગ ની સુગંધ છે. તે દ્વિદલાત્મક રૂપે હોઈ ભક્તને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી આત્મનિવેદનમાં અને નિત્ય સેવામાં શ્રીચરણ કમળમાં પધરાવવામાં આવે છે જે સૂચવે છે કે ભક્તનું સ્થાન શ્રીચરણ કમળમાં જ છે. જ્યાં તુલસીજી બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજી નિશ્ચય હોય છે. તુલસી અલૌકિક દેહ ની દાતા છે અને ભગવદ્ ધર્મમાં પડતાં બધા પ્રતિબંધોને દૂર કરે છે.


3 comments:

Ketan Shah said...

Happy Dev Diwali

તુલસી વિવાહ ના આહલાદક દર્શન કરાવવા બદલ આભાર.

તુલસીજીના મહાત્મય વિશે આજે જાણવા મળ્યુ.

વડોદરામા દેવદિવાળી કારતક સુદ પુનમ ને દિવસે ઉજવાય છે. આજે નરસિંહજી ભગવાન પાલખી મા બેસીને તુલસીજી સાથે વિવાહ કરવા જાય છે. આજે જુના વડોદરાના સ્મારકો અને ઘરો દિવાઓ અને લાઈટો થી ઝગમગી ઉઠે છે. મારી જાણકારી મુજબ આ પરંપરા લગભગ ૧૦૦-૧૫૦ વર્ષ થી ચાલે છે. આ નરસિંહભગવાનની સેવા એક વૈષ્ણવ પરિખ પરિવાર ના ઘરે થાય છે. શક્ય હશે તો આ ઉત્સવ ના ફોટો મોકલાવીશ.

કેતન શાહ

Anonymous said...

wowww...kyathi lai avo chho aa badhu bahu mahenat cheh tamariii mane to maja padiiiiiiii.......

Anonymous said...

તુલસી વિવાહ વિશે સરસ રીતે સમજાવ્યું છે ચેતના બેન.