~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Saturday, November 10, 2007

..*.. પ્રથમ વર્ષગાંઠ ..*..

આજ નાં મંગલદિને " શ્રીજી" અને "સૂર~સરગમ" ને એક વરસ પુરૂ થયું..! ...એ સાથે જ શુભ પ્રારંભ થઇ રહ્યો છે "અનોખુંબંધન" નો... જે અનોખું બંધન સદાય આપણી વચ્ચે રહેશે... આશા છે આપે જેટલો પ્રતિસાદ શ્રીજી અને સૂર~સરગમ ને આપ્યો, એવા જ સ્નેહથી આપ અનોખુ બંધન ને પણ વધાવી લેશો...!... શ્રીજી કૃપા, વડીલોનાં આશિર્વાદ તથા શ્રી ગોસ્વામી બાલકોની કૃપા દ્રષ્ટિ હંમેશા "શ્રીજી" પર રહી છે..અને મને ભક્તિ દર્શાવવાની પ્રેરણા મળતી રહી છે સાથે સાથે જ શ્રીજીનાં વહાલાં ભક્તો સાથે સત્સંગ કરવાનો અમૂલ્ય લ્હાવો પણ પ્રાપ્ત થયો છે..!!.. સર્વે વૈષ્ણવોને મારાં જય શ્રીકૃષ્ણ..
...આજ નાં શુભ દિને મારાં એક્દમ પ્રિય એવા ભજનથી શ્રીજી સત્સંગ કરીએ...ખરેખર આ ભજનમાં જે ભાવો દર્શાવ્યાં છે, એ દરેક વૈષ્ણવોનાં હૈયાની ભાવ ભીની અભિવ્યક્તિ છે..!!

મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે

મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..!

મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે,

શબ્દ મળે કે ના મળે,મારે કવિતા તમારી કરવી છે...!

આવે જીવન માં તડ્કા ને છાયાં,સુખ દુ:ખના પડે ત્યાં પડ્છાયા,

કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે...!

હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં,

સંસાર ને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે..!

મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે,

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે..!

9 comments:

નીરજ શાહ said...

ખૂબજ સુંદર ભજન.. પ્રથમ વર્ષગાંઠની શુભેચ્છાઓ.. અને નૂતન વર્ષની ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ..

kapil dave said...

aapna blogni paheli varshganth nimite khub khub badhai

ane avij rite shriji darshan karavta rahejo

ઊર્મિ said...

પ્રથમ વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... નૂતન વર્ષે નૂતન બ્લોગ માટે અભિનંદન !

julie said...

peheli varsganth mate subhechha congrates

Jay said...

પ્રથમ વર્ષ..હાર્દિક અભિનંદન... અનંત કાળ સુધી આ જ રીતે તમારા બધાં જ બ્લોગ્સ દ્વારા સુંદર રચનાઓનો રસ અમને પીવા મળે એવી અભ્યર્થના...જય

Jay said...

પ્રથમ વર્ષ..હાર્દિક અભિનંદન... અનંત કાળ સુધી આ જ રીતે તમારા બધાં જ બ્લોગ્સ દ્વારા સુંદર રચનાઓનો રસ અમને પીવા મળે એવી અભ્યર્થના...જય

Ketan Shah said...

સાલમુબારક અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ

" શ્રીજી" અને "સૂર~સરગમ" ને પ્રથમ વર્ષગાંઠ નીમીત્તે ખુબ ખુબ શુભેછ્છાઓ.

મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..!

આખુ વર્ષ 'શ્રીજી' પર શ્રીઠાકોરજી ની ભકિત કરીને ઊપરની પંકિતઓ તમે યથાર્થ કરી છે.

આજ રીતે શ્રીઠાકોરજીના દર્શન કરાવતા રહેશો તેવી આશા સાથે કેતન ના જય શ્રી કૃષ્ણ

digisha sheth parekh said...

saanje vagadva ni maja ave cheh blog chalu kari besi jau chhu

Manoj said...

હજિ ગઇ કાલે જ આ ભજન સામ્ભ્ળ્યુ બહુ સરસ છે.