~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Thursday, March 29, 2007

..* Kamada Ekadashi *..

....શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ની સંક્ષિપ્ત માહિતી..
આજે કામદા એકાદશી..!
..જ્યારે લક્ષમણ ભટ્ટજી એ પાંચ સોમયજ્ઞ કર્યાં ,એ સાથે એમના કુટુંબ માં સો સોમયજ્ઞ પૂરા થયા ત્યારે અગ્નિકુંડ માં થી શ્રી મદન મોહનજી સ્વરૂપ પ્રગટ થયુ અને એમણે વરદાન આપ્યું કે સો સોમયજ્ઞ પૂરા થયા હોવાથી હું પુત્ર રૂપે તમારે ત્યાં પ્રગટ થઇશ, ત્યાર બાદ બધા ની દેખતાં તેજ રૂપે અગ્નિકુંડ માં સ્વરૂપ તિરોહિત થયું. આ રીતે સો સોમયજ્ઞ પૂરા થયા એટલે ચૈત્ર સુદ એકાદશી એ પ્રભુ એ પ્રગટ થઈ પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપ્યું.. અને ચૈત્ર વદ એકાદશી એ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયાં. ( આ પ્રમાણે લક્ષમણ ભટ્ટજી ને પુત્ર પ્રાપ્તિ નું વરદાન કામદા એકાદશી ને દિવસે આપ્યું .. આ પુણ્ય કારક કામદા એકાદશી અનેક સંકટો હરનાર અને પુત્ર આપનારી છે. કામદા એકાદશી ની કથા અને પાઠ થી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે. )

..*..Shri Mahaprabhuji..*..

....Shri Nathji, literally the "Husband of the Goddess of Wealth", has a magnificent mansion in the Rajasthani town of Nathadwara, India. This sumptuous 17th Century mansion serves as a seat of the Pushti Marg, a Vaishnav sect founded by MahaPrabhu Shri Vallabhacharyaji in the 15th Century. Expounding his philosophy of "Vishudhadvaita", the great Acharya set up the Pushti Marg, the Path of Grace, with divine blessing in Gokul. Vallabhacharyaji wrote a number of great Sanskrit works to expound his philosophy, and was honoured as an "Acharya" by the South Indian Emperor of Vidyanagar, Krshnadevrai..

.........Shri Vallabhacharyaji...* Shri Mahaprabhuji*.. came on earth for a mission. His holy mission was to give us a religious creed of pure and natural path of love towards Krishna-Bhakti. As a guide to his holy mission, he created sixteen special treaties/ volumes.

........MahaPrabhu Shri Vallabhacharyaji was born in the sacred forest of Champaranya in Madhya Predesh, Central India. Born in to a very learned family of Brahmins from South India, he spent much of his early life in North India, in the holy city of Varanasi. Born with great innate abilities, Vallabhacharyaji mastered all the Vedas, Purans and Agamas by the tender age. By the age eleven he was already preaching and winning debates on principles which were later consolidated as Brahmavada...

Tuesday, March 27, 2007

..* Kabhi Ram banke,Kabhi Shyam banke *..

.....શ્રી હરિ એ વિવિધ અવતારો ધારણ કરી ને ભક્તો ને દર્શન આપી સર્વે જગત નું કલ્યાણ કર્યું..એમા નો એક અવતાર શ્રી રામ..!..આજે રામનવમી...આજ નાં શુભ દિને શ્રી રામ નો જન્મ થયો..ચાલો આજે પણ આપણે પ્રભુજી ને વિનંતી કરીએ...કભી રામ બનકે કભી શ્યામ બનકે ચલે આના..!!..પ્રભુજી ચલે આના..!

Sunday, March 11, 2007

..*.. Hari om namo narayana..*..

.......આ ભજન સાંભળી ને નાથદ્વારા યાદ આવી જાય છે...જાણે કે શ્રીજી ની ઝાંખી કરવા હવેલી તરફ જઈ રહ્યા હોઇએ અને આ કર્ણપ્રિય ભજન નો નાદ પરોઢ નાં પવિત્ર વાતાવરણ માં રેલાઈ ને ગુંજી રહ્યો છે..!......આ ભજન સાંભળી ને મન - હ્રદય ભક્તિ રસ માં ભાવ વિભોર બની જાય છે..!

Friday, March 02, 2007


*.. Holi ki badhai..*

02199 ......Vrindavan and Lord Krishna's legend of courting Radha and playing pranks on the Gopis are also the essence of Holi. Krishna and Radha are depicted celebrating Holi in the hamlets of Gokul, Barsana and Vrindavan, bringing them alive with mischief and youthful pranks. Holi was Krishna and Radha's celebration of love - a teasing, affectionate panorama of feeling and colour. These scenes have been captured and immoratalised in the songs of Holi: the festival that is also the harbinger of the light, warm, beautiful days of Spring.

...* હોલિકોત્સવ *

...* હોલિકોત્સવ * ... સુર્યાસ્ત પછી પ્રદીપ થાય. .. ..... શ્રી ઠાકોરજી નો વિવાહ સર્વ સખીઓ સાથે મળી ને કરે છે અને હોળી માં નાળીયેર હોમી પરસ્પર ગાંઠ ( છેડા-છેડી) બાંધી ગારી (ફાગ) ખાય છે. હોળી ના ઉત્સવ માં સખ્યભાવ હોવાથી અરસ પરસ ના ભેદ ભાવ હોતા નથી,અને એક્મેક ભેગાં થઈ ફગુવા માંગે અને આઠ દિવસ અગાઉ થી ઘૈરાયા બની નાચ ગાન કરે અને રંગીલી હોળી,ગુલાલ પાંચે રંગ અને કેસુડા નાં ભીના રંગ થી પિચકારી ભરી અરસ પરસ છાંટી,રસ ભરી ખેલાય છે.( ફગુવા મા સુકો મેવો વ્રજ ની રીતે અને ગુજરાત ની રીતે ખજુર અને ધાણી-ચણા ધરાય છે) અન્ય ઉત્સવો થી હોળી ઉત્સવ રસ ભર્યો હોવા થી અત્યંત ભાવાત્મક છે. જેમ જેમ ડોલોત્સવ પાસે આવે એમ વ્રજ ભક્તો નો વિરહ વધે છે.એટલે કુંજ એકાદશી થી એ વિરહ ની ઝાળરૂપે 'રાળ 'નું આયોજન કરે છે.અને વ્રજ ભક્તો દીન થઇ પ્રભુ ને વિનંતી કરે " કુછ દિન વ્રજ ઓર રહો હરિ હોરી હૈ.."..! ....ફાગણ સુદ પૂનમે સૂર્યાસ્ત પછી હોળી નુ પ્રદીપન રોપણી ની જગ્યાએ કરવા માં આવે છે તેના કારણ માં વ્રજ માં અસુરો નો ઉપદ્રવ એક પછી એક થતો હોવાથી નંદાદિ ગોપ ગ્વાલો એ બાલગ્રહ પીડા ની શાંતિ માટે હોળી પ્રદીપ અને પૂજન પ્રચાર કર્યો તેથી મંદિરો માં હોળી પ્રદીપ પ્રથા ચાલુ છે...!

...* Holi *


* હોળાષ્ટક *

02521 .." હોળાષ્ટક " વ્રજ માં હોરંગા કહેવાય છે. હોળી અગાઉ ના આઠ દિવસો ને હોળાષ્ટક કહે છે. અને તે આઠ દિવસો માં લૌકિક શુભ કાર્યો થતાં નથી.વ્રજ મા ફાગણ સુદ આઠમ અને દશમ સુધી " જાવ " ગામ ના વ્રજવાસીઓ અને બેઠન ગામ ની વ્રજનારીઓ સામ-સામે લઠ્ઠ થી હોળી ખેલ કરે છે એને હોરંગા કહે છે.તે અતિ ભાવાત્મક અને દર્શન કરવા જેવા છે. એ હોરંગા ખેલની તૈયારી જાવ, બેઠન અને નંદગામ - બરસાના ના વ્રજ વાસીઓ હોળી ના આઠ દિવસો અગાઉ અલૌકિક રીતે કરે છે.અને ' હોરંગા ' ની ઝાંખી કરવા યાત્રાળુ વૈષ્ણવો અને સંખ્યાબંધ લોકો આવે છે.ફાગણ સુદ આઠમ થી હોળી સુધી ત્યાં મોટો મેળો ભરાય છે...