~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Friday, May 02, 2008

..*.. Shri Mahaprabhuji ki jay ..*..

1161438166395

જગદગુરુ શ્રીમદ વલ્લભાધિશજી અને શ્રી ગોવર્ધનનાથજીનાં 531 મા પ્રાગટ્ય મહોત્સવ ની હાર્દિક વધાઇ..

Wednesday, March 19, 2008

..*.. રસિયા ..*..

રસિયા-પદ ફાગણ માસની શરૂઆતથી હોળી સુધી ખાસ ગવાય છે. રસિયા એટલે રસ ઉત્પન્ન કરનાર રસિક અને રસિક એ શ્રીઠાકોરજીનું એક નામ છે ... જેઓ વૈષ્ણવોનાં હૈયામાં ભક્તિ રસ ઉત્પન્ન કરાવે છે એ રસિક .. હોળી દરમ્યાન સર્વે ભક્તો ગોપ ગોપી બની જાય છે અને પ્રભુ સખા બની જાય છે ત્યારે બધા સાથે મળી ને હોળી રમે છે ... એવો ભાવ રાખી હોળી રસિયા-પદ ગવાય છે..

હોળી વિષયક અગાઉની પોસ્ટ.

*.. Holi ki badhai..*

...* હોલિકોત્સવ * ...

...* Holi * ...

...* હોળાષ્ટક * ...

..*.. હોળી રસિયા ..*..

અન્ય હોળી રસિયા

યા છલિયા બલ છેલને, મોહે મધુબન મેં લીની ઘેર પિચકારી સન્મુખ કીની ,

મેરી ગાગર દીની ઢેર. ઊંચે ઊંચે મહલ બનાઉં, બિચબિચ રાખું બારી,

સાંવરિયા કે દરશન પાઉં, પહિઓર કસુંબી સારી

ઠાડી મોંકો કર લઈ, તો મૈ ભોરીભોરીદેખે મેરી સાંસ તો,

દે લાખન ગારી. ફાગણ આવ્યો હે સખા, કેશુ ફુલ્યો રસાળ ,

હ્રદય ન ફુલી રાધીકા, ભ્રમર કનૈયા લાલ.

- મુંબઇથી નીતાબહેન કોટેચાનાં જયશ્રીકૃષ્ણ..

Wednesday, February 20, 2008

..*.. વસંતવધાઇ પદ (કીર્તન) ..*..

* રાગ વસંત *

આઇ ૠતુ-બસંત કી ગોપીન કિયે સિંગાર

કુમકુમ બરની રાધિકા સો નિરખતિ નંદકુમાર

આઇ ૠતુ-બસંત કી મૌરે સબ બનરાઇ

એકુ ન ફૂલૈ કેતકી ઔ ફૂલી બનજાઇ

શ્રી ગિરિરાજધરનધીર લાડિલૌ લલન-બર ગાઇએ

શ્રીનવનીત પ્રિય લાડિલૌ લલન-બર ગાઇએ

શ્રી મદમ મોહન પિય લાડિલૌ લલન-બર ગાઇએ

કુંજ કુંજ ક્રીડા કરૈં, રાજત રુપ-નરેસ

રસિક, રસીલૌ, રસભર્યૌ, રાજત શ્રીમથુરેસ

શ્રીગિરિરાજધરનધીર લાડિલૌ લલન બર ગાઇએ

..*.. કીર્તન ..*..

કીર્તન વિષે સમજુતી :-
*
..ભૂમંડલાચાર્ય શ્રીવલ્લભાચાર્યજીએ પુષ્ટિજીવોને આજ્ઞા કરી છે કે " કૃષ્ણ સેવા સદા કાર્યા" . શ્રીકૃષ્ણની સેવાએ પુષ્ટિ -માર્ગનું મુખ્ય અંગ છે. સેવાની સાથે સાથે કીર્તન સેવાને પ્રધાન અંગ ગણી છે. લીલા સૃષ્ટિના વિછુરેલા જીવને લીલા દ્રષ્ટિ મેળવવા, કેળવવા અને જાળવવા કીર્તન પદો અસરકારક કૃપા કરવા સમર્થ છે. પુષ્ટિમાર્ગમાં ગવાતાં અષ્ટસખાનાં કીર્તનો કોઇ સામાન્ય કવિત્વસૂચક પદ સાહિત્ય નથી કે નથી શબ્દોનો વિલાસ. એ તો છે સાક્ષાત્ સ્વરૂપાત્મક દૂતી સ્વરૂપો જે પ્રેમી ભકતોનો વિરહ સંદેશો એના પ્રિયતમ શ્રીઠાકોરજીને ભાવપૂર્વક પહોચાડે છે. કીર્તનમાં ધર્મી સ્વરૂપ એના ધર્મો અને લીલા શકિત સહિત નામ, રૂપ અને લીલા ત્રણે સ્વરૂપે બિરાજતું હોય છે. જલમાં માધુર્ય, પુષ્પમાં સુવાસ અને ધરતીમાં રસની જેમ. દાસત્વભાવથી ભકતમાં દૈન્યથી વિરહાર્તિ જાગે છે. વિરહ -આર્તિ પૂર્વક કીર્તન કરવાથી ચિતની એકાગ્રતા થાય છે.ચિતની એકાગ્રતાથી કીર્તન કરતાં કીર્તનમાં નિગૂઢરૂપે બિરાજતું ભગવદ્સ્વરૂપ ભકતની સામે પ્રગટ થાય છે.જેમ દીપક રાગ ગાતા દીવા પ્રગટ થાય છે તેમ ભાવ દ્રઢ અને ગાઢ થતાં શ્રી ઠાકોરજી વિશેષ કૃપાવંત થઇ ભકતને વશ થાય છે. માટે ભકતે અષ્ટસખાઓના સમયસમયના કીર્તનો ગાતાં ગાતાં શ્રીકૃષ્ણ સેવા કરવાની છે. શ્રીમહાપ્રભુજીએ જતિપુરામાં શ્રીનાથજીની સેવાની શરૂઆતમાં ભોગની સેવા રામદાસજી ચૌહાણને અને રાગની સેવા (ર્કીતન સેવા ) કુંભનદાસજીને સોંપી હતી. તેથી કહેવત પડી ગઇ કે બિના રાગ નહી ભોગ. શ્રીઠાકોરજી કીર્તન વિના ભોગ આરોગતા નથી. પ્રથમ રાગ (કીર્તન) પછી ભોગ. આથી ભગવદ્ સેવામાં કીર્તન પ્રધાન અંગ છે. પુષ્ટિ માર્ગમાં સેવા , કીર્તનમાં વર્ણિત ભગવદ્-લીલાના ગાનથી જ થાય છે. કીર્તન એ સેવાનું મુખ્ય અંગ હોવાથી તેનું મહત્વ વધુ છે, નવધા ભકિતથી એ આગળ પ્રેમલક્ષણા ભકિત છે. શ્રીગોકુલનાથજી આજ્ઞા કરે છે કે "ફલત્વં જ્ઞાનપૂર્વક સેવા કરણમ્" એટલે પુષ્ટિમાર્ગમાં "કીર્તન" ફલરૂપ સેવાનું એક અંગ છે.
મહતાં કૃપયા યદ્વત્ કીર્તન સુખદં સદા । ન તથા લૌકિકાનાં તુ સ્નિગધ ભોજન રૂક્ષવત્ ।। (નિ.લ.)
મહાનુભવોની કૃપાથી કીર્તન હંમેશા સુખ આપવાવાળું છે. સંસારી લૌકિક કીર્તન એવું સુખ આપનારું નથી . જેટલું ધી વાળુ ભોજન બધી ઇન્દ્રિયોને પોષણ આપે છે તેટલું લૂખું ભોજન પોષણ આપતું નથી. આમ મહાનુભાવોના ભાવથી કરેલું ર્કીતન પ્રભુ-સેવામાં તથા સેવાના અનોસરમાં આનંદદાયક છે. કીર્તનો સમય-સમય અને ઋતુ-ઋતુ અનુસાર ગવાય છે. અષ્ટસખાઓએ જેજે લીલાઓ દર્શન સમયે જોઇ તેનું અક્ષરશઃ વર્ણન તેમણે કીર્તનોમાં ગાયું છે. એટલે સેવા કરતાં કરતાં લીલાનું અવગાહન પણ કીર્તન દ્વારા ભકત કરી શકે છે. પ્રત્યેક બ્રહ્નસંબધી વૈષ્ણવના ધેર ઠાકોરજીની સેવા હોવી અનિવાર્ય છે. સેવા દરમ્યાન સમય સમયનાં કીર્તન સમજીને ગાવાથી સેવામાં અર્પૂવ આનંદ આવશે અને હૃદયમાં તે પ્રમાણે પ્રભુ માટે ભાવ જાગશે. ભાવ જાગતા પ્રભુ માટે પ્રેમ પ્રગટશે. પુષ્ટિમાર્ગમાં પ્રભુ ભપકાથી કે દંભથી નહિ રીઝે પણ ભાવથી રીઝશે. કીર્તન ગાતાં કીર્તનમાં રહેલી લીલાનો ભાવ હૃદયમાં જાગૃત કરવા કીર્તનનો અર્થ જા ણવો આવશ્યક છે. ભાવાર્થ સમજી જો વૈષ્ણવ કીર્તન કરશે તો તેના હૃદયમાં ભગવાન માટે ભાવ જાગશે. ભાવ જાગતાં સેવામાં તલ્લીનતા આવશે. શ્રીમહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે "ચેતઃતત્પ્રવણંસેવા" ચિતની એકાગ્રતા થવી એ જ સેવાની આધિદૈવિકતા છે. જો એમ ન થાય તો સેવા કેવળ ક્રિયાત્મિકા બનશે. આમ કીર્તનો સમજીને રોજ ગાવાથી સહજ રીતે કંઠસ્થ પણ થઇ જશે. ગૃહસેવામાં સમય અને ઋતુ અનુસાર કીર્તનમાં ભાવાર્થ સમજી ભાવપૂર્વક કીર્તન કરવાથી સેવામાં આનંદ આવશે. કીર્તન મધુર રાગથી ગવાય તો ધણું સારું. પણ રાગ ન ફાવે તો આપણને ઠીક પડે તે રીતે પણ ભાવપૂર્વક ગાવાં. પુષ્ટિમાર્ગમાં રાગ કરતાં ભાવનું ખૂબ મહત્વ છે.

Saturday, February 09, 2008

..*.. Shrinathji se milane ka ..*..

*

*** કહે છે કે શ્રીજી ને મેળવવા આસાન નથી ...જો આપણા કર્મો ની અંતરાય હોય તો એને લીધે પ્રભુ સુધી આપણી પ્રાર્થના જલદી પહોંચતી નથી, અને જેમનો પુણ્યોદય થયો હોય એમની પ્રાર્થના તરત પહોંચે છે...અને એ ભક્ત ને પ્રભુ દર્શન આપવા જરૂર પધારે છે ....તેથી એ ભક્તો જોડે સત્સંગ કરવાથી આપણે પણ પ્રભુ ને પામી શકીએ છીએ. શ્રીજી ને પામવા માટે સત્સંગ જ એક સહેલો ને સરળ ઊપાય છે... જ્યાં શ્રીજી ને વહાલા ભક્તો હોય ત્યાં પ્રભુ નિશ્ચિત હાજર રહે છે..!

..*.. Ora Aavo Shrinathji ..*..

ઓરા આવો તો વહાલા નિરખું શ્રીનાથજી
આંખલડી મારી પાવન થાયે શ્રીનાથજી
તમ સાથે જોડી પ્રિતડી શ્રીનાથજી
હૈયું હાથ રહ્યું જાય ના શ્રીનાથજી ઓરા આવો-----
કાનમાં કહેવી તમને વાતડી શ્રીનાથજી
મંગલ આશિષ વરસાવો શ્રીનાથજી ઓરા આવો---------
તમ કૃપાએ જીવનમાં ભાતડી શ્રીનાથજી
વૈષ્ણવોનો સંગ પામી શ્રીનાથજી ઓરા આવો-----------
બંસીના નાદે થઈ ઘેલી શ્રીનાથજી
વિશ્રામઘાટે ભાન ભૂલી શ્રીનાથજી ઓરા આવો-----------
હૃદયના દ્વાર ખુલ્લા મેલ્યા શ્રીનાથજી
આગમનની ઘડીઓ ગણાતી શ્રીનાથજી ઓરા આવો-------
જીવનપથ પર સંગ તારો શ્રીનાથજી
અંત સમયે સાથ સાધજો શ્રીનાથજી ઓરા આવો--------
***
Jayshrikrishna from Pravinaben Kadakiya - ( Houston Texas USA )