મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વયપર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!
દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે.આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓ માં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં દિવા કરવામાં આવે છે.પ્રભુ ને રજાઇ, ગદ્લ, અંગિઠી, તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય છે. જેને ''રાત્રીજગો'' કહેવાય છે. જે ચાર યુથાધિપતિની ભાવના તથા તત્સુખ નો ભાવ છે. કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ નિવારણ કરે છે.તુલસીજી ભક્તિરૂપ છે. તે સ્વામીનીજીનાં શ્રીઅંગ ની સુગંધ છે. તે દ્વિદલાત્મક રૂપે હોઈ ભક્તને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી આત્મનિવેદનમાં અને નિત્ય સેવામાં શ્રીચરણ કમળમાં પધરાવવામાં આવે છે જે સૂચવે છે કે ભક્તનું સ્થાન શ્રીચરણ કમળમાં જ છે. જ્યાં તુલસીજી બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજી નિશ્ચય હોય છે. તુલસી અલૌકિક દેહ ની દાતા છે અને ભગવદ્ ધર્મમાં પડતાં બધા પ્રતિબંધોને દૂર કરે છે.
આજ નાં મંગલદિને " શ્રીજી" અને "સૂર~સરગમ" ને એક વરસ પુરૂ થયું..! ...એ સાથે જ શુભ પ્રારંભ થઇ રહ્યો છે "અનોખુંબંધન" નો... જે અનોખું બંધન સદાય આપણી વચ્ચે રહેશે... આશા છે આપે જેટલો પ્રતિસાદ શ્રીજી અને સૂર~સરગમ ને આપ્યો, એવા જ સ્નેહથી આપ અનોખુ બંધન ને પણ વધાવી લેશો...!... શ્રીજી કૃપા, વડીલોનાં આશિર્વાદ તથા શ્રી ગોસ્વામી બાલકોની કૃપા દ્રષ્ટિ હંમેશા "શ્રીજી" પર રહી છે..અને મને ભક્તિ દર્શાવવાની પ્રેરણા મળતી રહી છે સાથે સાથે જ શ્રીજીનાં વહાલાં ભક્તો સાથે સત્સંગ કરવાનો
અમૂલ્ય લ્હાવો પણ પ્રાપ્ત થયો છે..!!.. સર્વે વૈષ્ણવોને મારાં જય શ્રીકૃષ્ણ..
...આજ નાં શુભ દિને મારાં એક્દમ પ્રિય એવા ભજનથી શ્રીજી સત્સંગ કરીએ...ખરેખર આ ભજનમાં જે ભાવો દર્શાવ્યાં છે, એ દરેક વૈષ્ણવોનાં હૈયાની ભાવ ભીની અભિવ્યક્તિ છે..!!
મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..!
મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે,
શબ્દ મળે કે ના મળે,મારે કવિતા તમારી કરવી છે...!
આવે જીવન માં તડ્કા ને છાયાં,સુખ દુ:ખના પડે ત્યાં પડ્છાયા,
કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે...!
હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં,
..Jan-mash-tami Utsav, is very important day in Pushti Marg. The reason it is important, is very simple. It is the Praghtya (appearance) of Bhagwan Shri Krishna on the always pious land of Bharat Bhumi (India), Braj Bhumi - Gokul in particular.
Not only for Pusti Marghiya Vaishnava’s, but for all Vedic Religious believers. They all celebrate this day. Shri Krishna is Purna Purshotam Bhagwan and every Vaishanav must celebrate this day with all his love and devotion.
*
In order to bless his beloved Bhakts (devotees) Purna Purshotam Bhagwan Shri Krishna took Pra-gha-tiya in the house of Shri Nandrai-ji in Shri Madh Gokul.
First time in Kashi in the house of Seth Shri Purshotam-ji where all Devi-jeevas enjoyed the shak-shat (physically) Darshan of Shri Krishna. On Jan-mash-tami’s a-nand Maha-ustav day Shri Nandai-ji, Shri Yashoda-ji, appeared and gave their Dar-shan and enjoyed the Nand-Maha-Ustav. At the time of going back they asked Acha-riya-charan Shri Vallabh to ask Var-daan (boon), Shri Vallabh said “from now onward you should not appear in person, during Nand-Maha-Ustav day. On the Nand-Maha-Ustav day, the one who is dressed as Shri Nand and Shri Yashodha-ji, you can enter in them as Aa-vesh (influenced form)”. Even today Shri Vallabh-kul Balaks dress themselves as Shri Nandji and Shri Yashoda-ji on this very auspicious day.
.." જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા-કાળ ગુજરાત " એ કહેવત ને દુનિયા નાં કોઇ પણ દેશ માં વસનાર દરેક ગુજરાતીઓ એ સાર્થક કરી બતાવી છે..અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ને પણ જીવંત રાખી છે..!..આફ્રિકા ખંડ માં સુદાન નામ નાં દેશ માં પણ અમે ઘણાં ગુજરાતીઓ વસી રહ્યાં છીએ.. અહીં નથી કોઇ મંદિર કે નથી કોઇ હવેલી..કે ના તો કોઇ ઉપાશ્રય - દેરાસર કે ના કોઇ ગુરુદ્વારા ..! એમ છ્તાં પણ અમે બધાં દરેક તહેવાર ખુબ જ ધામ ધુમ થી ઊજવીએ છીએ. ચાહે હોળી હોય કે દિવાળી..૧૫ મી ઑગસ્ટ હોય કે ૨૬ મી જાન્યુઆરી..નવરાત્રી હોય કે દશેરાં...જન્માષ્ટમી હોય કે મહાવીર જયંતી..શ્રી અધિક માસ હોય કે શ્રી પર્યુષણ ..બધા જ તહેવારો અમે બધા સાથે મળી ને ઊજવીએ છીએ... અહીં નાં અન્ય શહેરો જેવા કે પોર્ટસુદાન, કસાલા ઇત્યાદિ શહેરો માં પણ આપણાં ગુજરાતીઓ ઊત્સાહ પુર્વક દરેક તહેવારો ઉજવે છે... અહીં નાની મોટી કોઇ પણ પદવી ભુલી બધાં ભારતીયો હિંદુત્વ નાં રંગે રંગાઈ ને દરેક તહેવાર હોંશે હોંશે ઊજવવા માં પુરો સહકાર આપે છે. જેમ કે અત્રે ની ભારત ખાતા ની એલચી કચેરી નાં વડાં માનનીય એમ્બેસેડર સાહેબ - એમનું કુટુંબ - એમની ઑફિસ નો સ્ટાફ તથા અન્ય ભારતીયો પણ આપણાં ગુજરાતી તહેવારો ઊજવવા માં પુરો સહકાર આપે છે..અને ત્યારે આપણાં દેશ થી-આપણાં સ્વજનો થી જોજનો દૂર હોવા નાં દર્દ નો અહેસાસ જરા હળવો થાય છે.. અહીં વસતાં દરેક ગુજરાતીઓ નાં હ્રદય પરોપકાર-વૃતિ ની ભાવના થી ભરેલાં છે..તમે એક બીજા ને ઓળખતાં ના હો તો પણ તમે કોઇ પણ ગુજરાતી ને મદદ માટે બોલાવો, એ ગમે ત્યાં હશે, ત્યાંથી મદદ કરવા તત્પર રહેશે..!....આ જ તો છે ગુજરાત ની ગરિમા..! અને આ જ છે એક સાચા હિંદુસ્તાની ની ઓળખ ..!.. ' સર્વ ધર્મ સમાન ' જેની સંસ્કૃતિ છે અને પરોપકાર જેમનો ધર્મ છે એવી અનોખા વ્યક્તિત્વ ની ઓળખ એટલે એક હિંદુસ્તાની..!..આ માટે એટ્લું જ કહેવાનું મન થાય છે....सारे जंहा से अच्छा हिंदुस्तान हमारा ~ मेरा भारत महान !
....અહીં અમારે ત્યાં હવેલી નથી પરંતુ..ભાવ છે..!... ભક્તિ છે…! હ્રદય નાં સાચા ભાવ થી અમે બધાએ સાથે મળી ને યથાશક્તિ શ્રી ગિરિરાજજી અને આ અન્નકુટ દર્શન નું આયોજન કરેલ... પ્રભુ ને એ જ પ્રાર્થના છે કે...હે પ્રભુ, અહીં હવેલી નથી પણ અમારા ભક્તિ ભીનાં હૈયાં છે...આપ અમારાં અંતર માં બિરાજો...!
....શ્રીઠાકોરજી ની દિવ્ય ઝાંખી ની સાથે આ કિર્તન નાં પવિત્ર સૂર ની સરગમ સાંભળતા જ આપણું મન-હ્રદય એવી રીતે તન્મય થઈ જાય છે, જાણે કે આપણે પ્રત્યક્ષ હવેલી માં જ પ્રભુ ની સન્મુખ ઝાંખી કરી રહ્યાં છીએ...!
...પ્રભુ ભક્તિ માં લીન ભકત જ્યારે સાન ભાન ભુલી પ્રભુ ને પામવા ની પ્રબળ ઝંખના માં એમને શોધવા ની બનતી બધી જ કોશીશ કરે છે અને એમ છતા પણ જાણે કે પ્રભુ એમની કસોટી કરી રહ્યા હોય એમ સહેલાઈ થી મળતાં નથી ત્યારે ભક્ત નાં હ્રદય માં ઉદભવી રહેલી તડ્પ ભરી ભાવના આ ભજન માં દર્શાવી છે..!..ખરેખર એ સાંભળી ને આંખો માં થી અશ્રુ બિંદુ સરી પડે છે..!..
Sarvottam stotram:- A hymn containing the various holy names of Shri Vallabh.
......
.....
.Shri sarvottam stotra is our pushti margiy sampradays Galaxy ( Gayatree ) of Vaishnvas in which Shri Gunsaaiji has given detailed description for 108 sacred names of Shri Mahaprabhuji. It is belief that, if any one recits shri sarvottam stotra with full faith constantly 3 days on a one sitting, one gets a glimse ( zaankhi- darshan ) of Shri Mahaprabhuji.........
.
...
....શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ આપણી ગાયત્રી છે, જેમા શ્રીગુંસાઇ જી એ શ્રી મહાપ્રભુજી ના ૧૦૮ પવિત્ર નામો ની છણાવટ કરેલ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર નો પાઠ ત્રણ દિવસ એક આસને બેસી ને કરવા થી ભક્તો ને શ્રી મહાપ્રભુજી ની ઝાંખી અવશ્ય થાય છે.
.........On 1589 afternoon Shree Mahabrabhuji after taking the permission of Shree Thakorji, arrived back in the abode of god.This is recognized as “ Asurvya moh leela”.
..
.
.....At that time Shree Mahaprabhuji’s 2nd son Shree Vitthalnathji (Shree gunsaiji) was 10 years old. He used to miss his father a lot and so did a complete fast of three continous days. During those three days he used to murmur and remember his father Shree Mahaprabhuji within his heart. Thus his father appeared to him in three divine forms ..(1) Shree Thakorji swarupa (2) Shree Swaminiji swarupa (3) Sakshi bhavatmak acharya swarupa...
.
... and made his son experience 35 divine plays of all three forms. At the same time every divine play’s meaning sparkled as diamonds within his heart. Thus in this way Shree Gusaiji’s heart experienced all 108 plays of Shree mahaprabhuji. Then Shree Gusaiji made a song “ The Sarvattom Stotra ” explaining the meaning of the 108 slogan names created from the 108 plays which he had experienced. Thus “ Sarvattom Stotra was created. If this Statra part is done with proper understanding and shree Mahaprabhuji’s blessings all old and deepest writings understood well then all troubles would be cleared and be more able to concentrate and understand more of Shree Krishnaji’s writings.
...
.
N.B. If one does not know Sanskrit language or has memorized the Stotra pad, then its recommened to read from the book for otherwise any pronounciation mistake would be considered a sin.
..Shri Mahaprabhuji was born on the 11th day of Chaitra Vad Vikaram samvant 1535 in Chmparany. His father's name was Shri Lakshman bhattji & mother's name was Illammgarooji.Lakshman bhatt was known as " styavatar" by all because he always spoke the truth. His wife Illammajiwas the daughter of the royal priest in the court of the king of Vijaynagar in south India.
.
*
.Shri Yajnarayan Bhatt was forefather of Shri Lakshman bhatt.Shri Vishnumuni was shri yajnarayan Bhatt's guru.one he went to Bhattji's house. he spoke to bhattji : only study of the Vedas will not make you attain God.'Heeding shri Vishnu muni's advise Bhattji started ferforming a Vishnu~swarup Somyajna. He did this somyajna with intense devotion. it was time of offer the sacrificial fruit ( Shreefal) at the end ofthe Yanjna( yagna-yagya). Bhattji concentrated on their family God Shri Gopal, as He offered the shreefal in the fire. Instuntly there Murli manohar Shri Krishna, appeared fromthe yajna- fire, dressed in a Pitambar-yellow dhoti with this divine Darshan bhattji stood in reverence and awe.God said , Bhattji,I am very pleased with your bhakti.ask for any thing you want.'Oh Lord..! having attained You, I have nothing to desire. I do not want any thing.., but You..!''' Bhattji, your selfless devotion has impressed me even more.It is my solemn vow that when 100 Somyajnas have been completed in your lineage , then I my self will take birth as your descendant,to safe-guard dharma.''In His entire life,Bhattji managed to complete 32 Somyajnas.His progeny Gangadharji completed 28 Somyajnas during his life-span. His son Ganpati Bhatt succeeded in completing 30 Somyajnas. His son Vallabh Bhatt completed 5 Somyajnas and His son Lakshman Bhatt able to complete 5 Somyajnas, which also meant that the 100 Somyajnas in the lineage were complete.Lakshaman Bhaat was able to complete 5 Som yanjnas(yagya) ,which also meant that the 100 som yanjnas in the lineage were complete. Later, to make the completation of the 100 Somyajnas Lakshman Bhatt fed the Brahmins of Kashi. Soon Illamaji was pregnant.Now Lakshman Bhatt had an inner conviction that God will definitely be born..
.
About six months elapsed in Kashi-(Banaras). Bhattji was happy.but one day bad tidings ended it all. The muslim emperorin Dlehihad deployed his troops to plunder Kashi. The people of Kashifled to save their lives. LakshmanBhatt too,took his wife and headed for the native land.Illamaji was pregnant and ill. During the journey they both had same dream one night. God gave them Darshan as Blakrishna. God even said, 'very soon I will be born as your son.when i appear as your son make me wear this ' Tulsimala '. God geve them Tulsimala.their journey brought them to a dense forest Chmparanya,in Madhya Pradesh.It was dusk when they arrived. It was wild and devoid of any co-habitation there. Illamaji's contractions started. left with no choice,theyhad to break journey there. Night descended on the thick forest.there in the black night,Illamji delivered a child under a tree.It was a 7 month premature baby. But the baby was lifeless at birth.In that dark night, she tore off a piece of her saree and wrapped the baby in it.then she put it in a cave like hollow of a tree and covered it with leaves.
They both were saddened. they walked on. wearily after a some miles they reached a small town. they spent the night there. once again God appeared in their dream at night. He said, Go back to where the baby was born. you will find me there as your son. take me with you.
.
.
.....The couple were again joyous. every ordeal was put behind them.dawn saw them retracing their steps to Champaranya. Illamaji searched desperately in every tree for a cave like hollow.suddenly they both were awe struck. they saw a pit of fire measuring about 8-10 hands in langht. the fire burn brightly as the tonguse of the flames leapt in the air. this confounded them,but thayran towards it. they saw soft sand from the river bed spread in the center of the fire pit. in this soft send they saw a new born baby,divinely beautiful, lying on an orange cloth! The baby was holding His right toe with His hands and sucking it. He was chuckling and gurgling with delight. He was dark wheat coloured with thik curly locks covering His head. His eyes were large and sparkling even as foreheadwas high,with a '' Kasturi Tilak ''
.
.
Illamaji said, '' this is my baby because just seeing it my breasts are oozing milk''
'' Devi, the fire is protaecting the infant. if infant is your's then the fire will surely pave the way for you. go fearlessly. '' said Lakshman Bhatt.
Illamaji prayed as she walked ahead. The fire disappeared.She picked up the baby and cradled it tightly to her chest. then she placed Him in Bhattji's arms. As He looked at their son. Bhattji said, ''Devi, God is truly born. God unlike other infants,dose not take birth from a mothere's womb.He takes birth Him self, as we have our- selves been through the experiance.''
.
.
There the sky was filled with demi-gods in their chariots, descending from their abodes, all singing and hailing the Lord's birth. As thay sent down a shower of flowers,thay glorified God. this brought the ascetics,who were in maditation in the forest, running to the scene. They started reciting and chantingVedic mantras.The entire divine and suparnatural Vrajdham gathered at Champaran; a grand '' Nand mahotsav '' ( Lord's birth celebration ) was celebrated with glorious splendour.Every one took turns to rock the new born infant....!!!!
.
* * *
.
* .. Bolo Shri Vallabhadhish ki Jay...!..*
.
* * *
.
*..आप सब को श्री महाप्रभुजी के प्रागट्य की बधाई..!!..*
..લગભગ ૧૨ થી ૧૬ સદી ની અંદર પાંચ મહાન ઋષિઓ એ ધાર્મિક શિક્ષણ નો પ્રચાર કર્યો, જેઓ ના નામ છે ..શ્રી રામાનુજ, શ્રી માધવ, શ્રી નિમબારકા, શ્રી ચૈતન્ય મહાપ્રભુજી અને શ્રી વલ્લભજી છે......પુષ્ટિ માર્ગ નાં ધર્મ નો ઉદભવ શ્રી વલ્લભાચાર્યજી નાં હસ્તકે થયો,જેમને આજે લાખો લોકો અનૂસરે છે.શ્રી વલ્લભાચાર્યજી નો જન્મ સંવત ૧૫૩૫ માં ચૈત્ર વદ અગિયારસ ને દિવ્સે દક્ષિણ ભારત માં લક્ષમણ ભટ્ટ નામ નાં તેલુગુ બ્રાહ્મણ નાં ઘરે થયો હતો.તેમના પુર્વજોએ ઘણા વર્ષો થી વૈદિક સોમયજ્ઞ ચાલુ કર્યો હતો ત્યારે એક વખત શ્રી કૃષ્ણ તે યજ્ઞ ની પવિત્ર અગ્નિ મા થી પ્રગટ થયાં અને તેમના પરિવાર ને વચન આપ્યું કે, જ્યારે તમારે ત્યાં સો યજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ઘરે જન્મ લઇશ.....શ્રી લક્ષમણ ભટ્ટે જ્યારે સો યજ્ઞ પૂરાં કર્યાં,ત્યારે તેમને ત્યાં શ્રી વલ્લભાચાર્યજી નો જન્મ થયો...
શ્રી વલ્લભાચર્યજી ના માતા-પિતા પહેલા બનારસ રહેતા હતા પણ મુસ્લિમો ના અક્રમણ ને લીધે તેઓ ને છોડ્વુ પડ્યું.જ્યારે તેઓ મધ્ય પ્રદેશ ના ચંપારણ્ય ગામ ના જંગલ મા પહોંચ્યા તે સમયે લક્ષમણભટ્ટ ના ધર્મપત્નિ ઇલમ્માગરૂ એ ચેતન રહિત બાળક ને જન્મ આપ્યો.તેઓ એ દુઃખી હ્રદયે તે બાળક ના શરીર ને ઝાડ ની બખોલ માં રાખી દીધું અને આગળ વધવા લાગ્યાં,અચાનક તેમને એક મધુર વાણી સંભળાઇ કે તમે લોકો શા માટે જાવ છો ? હું અંહી છું.તેઓ તરત જ પાછા ફર્યા અને જોયુ તો તેમનો દિકરો જીવતો હતો,અને તે પોતાને ફરતી પવિત્ર અગ્નિ જોડે આનંદ થી રમી રહ્યો હતો .તેમની માં એ તરત જ દિકરા ને તેડી લીધો અને ત્યાં થી પાછા આગળ ચાલવા માંડ્યું.
*
..પુષ્ટિમાર્ગ ના ધર્મ ને અનૂસરનારા ચુસ્ત વૈષ્ણવો ની માન્યતા મુજબ શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ નાં મુખારવિંદ માં થી અગ્નિ રૂપે પ્રગટ થયા છે. અગ્નિદેવતા એ વાણી ના દેવતા કહેવાય છે.એટ્લે વલ્લભચાર્યજી 'વાકપતિ' કહેવાયા કારણકે તેમના જીવન નું મુખ્ય ધ્યેય લોકો ને ધર્મ નું સાચુ શિક્ષણ આપવા નું હતું.એમની અદભૂત વિદ્વતા અને તેજસ્વિતા ને લીધે વૈષ્ણવો તેમને પ્રેમ થી 'શ્રી મહાપ્રભુજી' તરીકે બોલાવવા લાગ્યાં.
*
..પુષ્ટિ ધર્મ એટલે શું ?
...
..પુષ્ટિ એટલે પ્રેમ થી,સ્નેહ થી,એકાગ્ર મન થી સતત ચિંતન કરતાં ઈશ્વર ને ભજવું,તેમની સેવા કરવી આ પુષ્ટિ માર્ગ નો ધર્મ અથવા પ્રેમ ભક્તિ કહેવાય.શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા મુજબ ઘરે રહી ને શ્રી ગોકુલ નિવાસી શ્રીનાથજી ની નિરંતર તન,મન,ધન અને હ્ર્દય ની ભાવ ભરી લાગણી થીસેવા કરી ને પ્રભુ ને રિઝવવાં.આવી પ્રેમ ભક્તિ દ્વારા જ ઇશ્વર ની કૃપા આપણાપર ઉતરે છે,અને સંસાર ના દરેક બંધનો થી આપણ ને છોડાવે છે. પુષ્ટિ ધર્મ નાં ઈષ્ટદેવ શ્રીનાથજી છે. શ્રીનાથજી જ સર્વ કાંઇ છે. તેમની કૃપા વગર જીવન અસાધ્ય અને અપૂર્ણ રહે છે. જ્યારે મનુષ્ય નાં હ્રદય માં પુષ્ટિ ભાવ સિદ્ધ થઇ જાય છે,ત્યારે તે પરમ ભગવદીય વૈષ્ણવ બની જાય છે. જીવન માં બીજા ને સુખ આપવા નું ધ્યેય જ પોતાનું સુખ માને છે.પરમાર્થ જ તેનો પોતાનો સ્વાર્થ હોય છે. પુષ્ટિ ધર્મ માં પોતાનું સર્વ અર્પણ કરી દેવાની ભાવના મુખ્ય છે. તે જ સાચો પુષ્ટિ માર્ગ કહેવાય છે..! શ્રી મહપ્રભુજી એ ધર્મ નાં પ્રચાર માટે પગપાળા ચાલી ને આખા ભારત ની યાત્રા કરી અને જે કોઇ ગામે વિશ્રામ કર્યો એ સ્થળ આજે શ્રી મહાપ્રભુજી ની બેઠક તરીકે ઓળખાય છે, અને લગભગ આવી રીતે એમની ૮૪ બેઠકો છે..
..એક વખત જ્યારે તેઓ ગોકુલ માં બિરાજતાં હતાં ત્યારે શ્રીનાથજી ત્યાં પધાર્યાં અને કહ્યું કે તમો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો નો સંબંધ મારી સાથે કરાવી આપો, એટ્લે કે બ્રહ્મસંબંધ ના મંત્ર થી જીવો ને મારી શરણ માં લઇ આવો..આવા શરણે આવેલા જીવો નો હું હંમેશ ઉધ્ધાર કરીશ,તેમ જ તેમની કોઇ જ અવગતિ નહીં થવા દઉં. આ આજ્ઞા મુજબ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ ની શરૂઆત કરી અને ઘણાં જીવો ને તેમણે શ્રીનાથજી સન્મુખ મંત્ર બોલી ને તુલસી ની કંઠી પહેરાવી ને તેમની શરણ માં લીધાં.આ બ્રહ્મસંબંધ ની વિધિ ફક્ત શ્રી વલ્લભ કૂળ ના પરિવારો જ કરી શકે છે.
*
*..ઈશ્વર ની પ્રાપ્તિ કેવી રીતે થાય ?..*
...
..પુષ્ટિમાર્ગ ની માન્યતા પ્રમાણે તેમનાં અનુયાયીઓ હંમેશા શ્રી વલ્લભચાર્યજી,શ્રી વિઠ્ઠલનાથજી તથા એમના વંશજો ની વાર્તાઓ વાંચતાં,તેમાંની એક વાર્તા આ પ્રમાણે છે જે શ્રી મહાપ્રભુજી નાસુપુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ના વખત ની છે.એ વખતે અકબર રાજા નું શાશન ચાલતું હતું. એક વખત અકબર રાજાએ તેમનાં મંત્રી બીરબલ ને કહ્યું કે,તુ વૃંદાવન જઇ ને કોઇ ઋષિ ન પુછી જો કે ઈશ્વર ની પ્રાપ્તિ જલ્દી કેવી રીતે થઈ શકે? રાજા એ બીરબલ ને ત્રણ દિવસ ની મુદ્ત્ત આપી હતી,પરંતુ બીરબલે ઘણી કોશીશ કરી છતાંય કોઇ પણ પાસે થી સંતોષકારક જવાબ મળ્યો નહીં.તેથી તેઓ નિરાશ થઈ ને પાછા આવી ગયાં,તેમનો ચિંતા જનક ચહેરો જોઈ તેમની ચતુર દિકરી એ કહ્યુંકે તમે કાલે રાજા ને કહેજો કે હુ તમારા પ્રશ્નો નો સીધો જવાબ આપી શકીશ નહીં,પરંતુ શ્રી વિઠ્ઠલનાથજી તમો ને ઉત્તર આપશે.આ સાંભળી ને રાજા બીજે દિવસે પોતે સાદો પહેરવેશ ઓઢી ને સીધા વૃંદાવન પહોંચ્યાં,ત્યાં તેમણે જોયું કે શ્રી વિઠ્ઠલનાથજી યમુના કિનારે પ્રાર્થના માં બેઠાં હતાં.શ્રી વિઠ્ઠલનાથજી તેમને ઓળખી ગયાં,અને રાજા ને આવકાર આપી બેસાડ્યાં.રાજાએ પોતાનો પ્રશ્ન પુછતાં તેમણે ઉત્તર માં કહ્યું કે જેમ હુ તમને જોઇ શકું છું..એટ્લે કે જેમ તમને મળવા માટે મારે તમારા તમામ મંત્રીઓ ને પહેરેગીરો ને ખુશ કરવા પડે ત્યાર પછી જ હું તમને મળી શકું અથવા તમને જોઈ શકું..ઍવી જ રીતે ઇશ્વર ને મેળવવા તમારે મહેનત કરવી પડે. ઇશ્વર ને પામવા નો રસ્તો ખુબ જ લાંબો છે ..!..કહેવાનો ભાવાર્થ એ કે ભગવાન ને પામવા નો રસ્તો ખુબ જ મુશ્કેલી ભર્યો છે,તો પણ ઈશ્વર ને બહાર શોધવા ની બદલે તંમારા હ્રદય ની સાચી સ્નેહ લાગણી થી તમારાં ઘર માં જ ભાવ ભર્યું આમંત્રણ આપી ને બોલાવશો તો ઈશ્વર કોઇ પણ જાત ની ઢીલ વગર તમારી પાસે આવશે જ અને આપણ ને એમની હાજરી ની અનૂભૂતિ કરાવશે જ ..આપણ ને ઈશ્વર નાં દર્શન ની ઝાંખી જરૂર થશે..!
...
Jay Shri Krishna from Kalpnaben Dhrirajlal Shamji Pitambar( London - Sudan )
....શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ની સંક્ષિપ્ત માહિતી..
આજે કામદા એકાદશી..!
..જ્યારે લક્ષમણ ભટ્ટજી એ પાંચ સોમયજ્ઞ કર્યાં ,એ સાથે એમના કુટુંબ માં સો સોમયજ્ઞ પૂરા થયા ત્યારે અગ્નિકુંડ માં થી શ્રી મદન મોહનજી સ્વરૂપ પ્રગટ થયુ અને એમણે વરદાન આપ્યું કે સો સોમયજ્ઞ પૂરા થયા હોવાથી હું પુત્ર રૂપે તમારે ત્યાં પ્રગટ થઇશ, ત્યાર બાદ બધા ની દેખતાં તેજ રૂપે અગ્નિકુંડ માં સ્વરૂપ તિરોહિત થયું. આ રીતે સો સોમયજ્ઞ પૂરા થયા એટલે ચૈત્ર સુદ એકાદશી એ પ્રભુ એ પ્રગટ થઈ પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપ્યું.. અને ચૈત્ર વદ એકાદશી એ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયાં.
( આ પ્રમાણે લક્ષમણ ભટ્ટજી ને પુત્ર પ્રાપ્તિ નું વરદાન કામદા એકાદશી ને દિવસે આપ્યું .. આ પુણ્ય કારક કામદા એકાદશી અનેક સંકટો હરનાર અને પુત્ર આપનારી છે. કામદા એકાદશી ની કથા અને પાઠ થી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે. )
....Shri Nathji, literally the "Husband of the Goddess of Wealth", has a magnificent mansion in the Rajasthani town of Nathadwara, India. This sumptuous 17th Century mansion serves as a seat of the Pushti Marg, a Vaishnav sect founded by MahaPrabhu Shri Vallabhacharyaji in the 15th Century. Expounding his philosophy of "Vishudhadvaita", the great Acharya set up the Pushti Marg, the Path of Grace, with divine blessing in Gokul. Vallabhacharyaji wrote a number of great Sanskrit works to expound his philosophy, and was honoured as an "Acharya" by the South Indian Emperor of Vidyanagar, Krshnadevrai..
.........Shri Vallabhacharyaji...* Shri Mahaprabhuji*.. came on earth for a mission. His holy mission was to give us a religious creed of pure and natural path of love towards Krishna-Bhakti. As a guide to his holy mission, he created sixteen special treaties/ volumes.
........MahaPrabhu Shri Vallabhacharyaji was born in the sacred forest of Champaranya in Madhya Predesh, Central India. Born in to a very learned family of Brahmins from South India, he spent much of his early life in North India, in the holy city of Varanasi. Born with great innate abilities, Vallabhacharyaji mastered all the Vedas, Purans and Agamas by the tender age. By the age eleven he was already preaching and winning debates on principles which were later consolidated as Brahmavada...
.....શ્રી હરિ એ વિવિધ અવતારો ધારણ કરી ને ભક્તો ને દર્શન આપી સર્વે જગત નું કલ્યાણ કર્યું..એમા નો એક અવતાર શ્રી રામ..!..આજે રામનવમી...આજ નાં શુભ દિને શ્રી રામ નો જન્મ થયો..ચાલો આજે પણ આપણે પ્રભુજી ને વિનંતી કરીએ...કભી રામ બનકે કભી શ્યામ બનકે ચલે આના..!!..પ્રભુજી ચલે આના..!
.......આ ભજન સાંભળી ને નાથદ્વારા યાદ આવી જાય છે...જાણે કે શ્રીજી ની ઝાંખી કરવા હવેલી તરફ જઈ રહ્યા હોઇએ અને આ કર્ણપ્રિય ભજન નો નાદ પરોઢ નાં પવિત્ર વાતાવરણ માં રેલાઈ ને ગુંજી રહ્યો છે..!......આ ભજન સાંભળી ને મન - હ્રદય ભક્તિ રસ માં ભાવ વિભોર બની જાય છે..!
......Vrindavan and Lord Krishna's legend of courting Radha and playing pranks on the Gopis are also the essence of Holi. Krishna and Radha are depicted celebrating Holi in the hamlets of Gokul, Barsana and Vrindavan, bringing them alive with mischief and youthful pranks. Holi was Krishna and Radha's celebration of love - a teasing, affectionate panorama of feeling and colour. These scenes have been captured and immoratalised in the songs of Holi: the festival that is also the harbinger of the light, warm, beautiful days of Spring.
...* હોલિકોત્સવ * ... સુર્યાસ્ત પછી પ્રદીપ થાય. ....... શ્રી ઠાકોરજી નો વિવાહ સર્વ સખીઓ સાથે મળી ને કરે છે અને હોળી માં નાળીયેર હોમી પરસ્પર ગાંઠ ( છેડા-છેડી) બાંધી ગારી (ફાગ) ખાય છે. હોળી ના ઉત્સવ માં સખ્યભાવ હોવાથી અરસ પરસ ના ભેદ ભાવ હોતા નથી,અને એક્મેક ભેગાં થઈ ફગુવા માંગે અને આઠ દિવસ અગાઉ થી ઘૈરાયા બની નાચ ગાન કરે અને રંગીલી હોળી,ગુલાલ પાંચે રંગ અને કેસુડા નાં ભીના રંગ થી પિચકારી ભરી અરસ પરસ છાંટી,રસ ભરી ખેલાય છે.( ફગુવા મા સુકો મેવો વ્રજ ની રીતે અને ગુજરાત ની રીતે ખજુર અને ધાણી-ચણા ધરાય છે) અન્ય ઉત્સવો થી હોળી ઉત્સવ રસ ભર્યો હોવા થી અત્યંત ભાવાત્મક છે. જેમ જેમ ડોલોત્સવ પાસે આવે એમ વ્રજ ભક્તો નો વિરહ વધે છે.એટલે કુંજ એકાદશી થી એ વિરહ ની ઝાળરૂપે 'રાળ 'નું આયોજન કરે છે.અને વ્રજ ભક્તો દીન થઇ પ્રભુ ને વિનંતી કરે " કુછ દિન વ્રજ ઓર રહો હરિ હોરી હૈ.."..! ....ફાગણ સુદ પૂનમે સૂર્યાસ્ત પછી હોળી નુ પ્રદીપન રોપણી ની જગ્યાએ કરવા માં આવે છે તેના કારણ માં વ્રજ માં અસુરો નો ઉપદ્રવ એક પછી એક થતો હોવાથી નંદાદિ ગોપ ગ્વાલો એ બાલગ્રહ પીડા ની શાંતિ માટે હોળી પ્રદીપ અને પૂજન પ્રચાર કર્યો તેથી મંદિરો માં હોળી પ્રદીપ પ્રથા ચાલુ છે...!
.." હોળાષ્ટક " વ્રજ માં હોરંગા કહેવાય છે. હોળી અગાઉ ના આઠ દિવસો ને હોળાષ્ટક કહે છે. અને તે આઠ દિવસો માં લૌકિક શુભ કાર્યો થતાં નથી.વ્રજ મા ફાગણ સુદ આઠમ અને દશમ સુધી " જાવ " ગામ ના વ્રજવાસીઓ અને બેઠન ગામ ની વ્રજનારીઓ સામ-સામે લઠ્ઠ થી હોળી ખેલ કરે છે એને હોરંગા કહે છે.તે અતિ ભાવાત્મક અને દર્શન કરવા જેવા છે. એ હોરંગા ખેલની તૈયારી જાવ, બેઠન અને નંદગામ - બરસાના ના વ્રજ વાસીઓ હોળી ના આઠ દિવસો અગાઉ અલૌકિક રીતે કરે છે.અને ' હોરંગા ' ની ઝાંખી કરવા યાત્રાળુ વૈષ્ણવો અને સંખ્યાબંધ લોકો આવે છે.ફાગણ સુદ આઠમ થી હોળી સુધી ત્યાં મોટો મેળો ભરાય છે...
અંહી મુક્વામાં આવેલા ભજન, પુષ્ટિમાર્ગ દ્વારા શ્રીઠાકોરજી ની ભક્તિ દર્શાવવા માટે જ છે, જે ડાઉનલોડ થઇ શકે એમ નથી....તથા દરેક ભજનની mp3 નાં કોપીરાઇટ્સ જે તે રચયિતાનાં પોતાનાં રહે છે. જો કોઇ કોપીરાઇટ્સ નો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.